GUJARAT

181 અભયમ-મહિલા હેલ્પલાઇનની અવિરત સેવાઓ

પતિના ત્રાસ થી કંટાળી બારડોલીથી વીરપુર પોહચેલા બહેનને સુરક્ષીત આશ્રય અપાવતી 181 અભયમ મહિલા હેલ્પલાઇન જેતપુર

જામનગર (ભરત ભોગાયતા)

તા. 22/12/2025 ના રોજ
બારડોલી ની એક મહિલા, જેણે પોતાના પરિવાર વિરૂદ્ધ જઈ પ્રેમ લગ્ન કર્યા બાદ પણ પોતાના પતિનું સુખ ના મળતા કંટાળી ગયેલી મહિલા બારડોલી થી કોઈ ને કહ્યા વગર ઘરે થી નીકળી જઈ વીરપુર રેલ્વે સ્ટેશન પર પર પોહચી ગયેલ.. અને તે ખૂબ જ દુઃખી અને રડતી હોય એક જાગરૂત નાગરિક તરીકે રેલ્વે સ્ટેશન માસ્તર એ તેમને રડતા જોઈ મહિલા માટે મદદ માગતા તાત્કાલિક 181 જેતપુર સ્થિત 181 ટીમના કાઉન્સેલર ભુમિબેન તેમજ WHC રેખા બેન અને પાયલોટ પિયુષભાઈ તુરંત મહિલા ની મદદ માટે ઘટનાસ્થળ પર દોડી ગયેલ..


ઘટનાસ્થળ પર પોહચતા જ મહિલા ને સાંત્વના આપ્યા બાદ શાંતિ થી તેમની સાથે વાતચીત કરતા પીડિત મહિલા એ પોતાની વ્યથા સંભળાવતા જણાવેલ,…

તેઓ પોતે પોતાના માં – બાપ વિરૂદ્ધ જઈ પ્રેમ લગ્ન કર્યા હતા, જ્યાં લગ્ન જીવન દરમિયાન તેમને દસ વરસ નો દીકરો છે, દીકરો થયા બાદ થોડા સમય સુધી લગ્નજીવન સુખમય ચાલ્યું અને ત્યારબાદ તેમના પતિ તેમના પર વ્હેમ શંકા કરવાનું ચાલુ કરી દીધેલ, અને શંકા ની આડ માં મહિલા પર અત્યાચાર ગુજારવાનું ચાલુ કરી દીધેલ. જો મહિલા કોઈ સાથે ફોન પર વાતચીત કરતા હોય અને ફોન થોડી વાર પણ વ્યસ્ત આવે તો તેમના પતિ સીધું મારઝૂડ કરવાનું ચાલુ કરી દે..
આ રીતે રોજબરોજ ના માનસિક તથા શારીરિક ત્રાસ થી પોતે ખૂબ જ કંટાળી ગયેલા, અને વારંવાર પતિ ના એક જ શબ્દો કે અહી થી નીકળી જા, ઘર છોડી ને જતી રહે… પોતાનો દીકરો પણ જો એમ કહે કે જ્યાં જવું હોય ત્યાં જાવ. છેલ્લે પોતે ખૂબ જ ત્રાસી ગયેલ હોય પોતાનું ઘર છોડવાનું નક્કી કરી દઈ, ઘરે થી કોઈ ને પણ કહ્યા વગર બારડોલી રેલ્વે સ્ટેશન પર જઈ, જે પણ પહેલી ટ્રેન મળી એમાં બેસી ગયેલા અને વીરપુર રેલ્વે સ્ટેશન ઉતરી ગયેલા, જ્યા તેમને દુઃખી અને રડતા હોય જાગૃત નાગરિક તરીકે રેલ્વે સ્ટેશન માસ્તરે મહિલા માટે મદદ માગી. 181 ટીમ દ્વારા મહિલાની વાત સાંભળ્યા બાદ તેમના પતિ સાથે ટેલીફોનીક વાતચીત કરેલ અને મહિલા ના પતિ તેમને ઘરે લઈ જવા માગતા હતા અને હવે શાંતિ થી રાખશે તેમ પણ જણાવેલ પરંતુ બેન ને તેમના પતિ પર વિશ્વાસ ન હતો અને ફરી થી તેમની સાથે મારઝુડ કરશે જેથી તેઓ ઘરે કે પોતાના માં – બાપ ના ઘરે પણ જવા માગતા ન હતા તો તેઓને હાલ ક્યા જવું છે અને પોતે કંઈ જગ્યા એ રહેવા માગે છે તે માટે સંસ્થાઓ વિશે માહિતી આપેલ અને તેઓ પોતે કોઈ પણ સંસ્થા માં રહેવા માટે તૈયાર થયા હોય સખી વન સ્ટોપ સેન્ટર ની માહિતી આપી મહિલા પોતે ત્યાં રહેવા ઈચ્છતા હોય આશ્રય અપાવેલ.

Back to top button
error: Content is protected !!