ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ તાલુકાના એક ગામે આમતેમ રજળતી માનસિક અસ્થિર મહિલાને આશ્રય અપાવીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડતી 181 મહિલા અભયમ ટીમ.

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ તાલુકાના એક ગામે આમતેમ રજળતી માનસિક અસ્થિર મહિલાને આશ્રય અપાવીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડતી 181 મહિલા અભયમ ટીમ.

અરવલ્લીમાં માનસિક અસ્થિર મહિલાને આશ્રય અપાવીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડતી 181 મહિલા અભયમ ટીમ.

ગુજરાતમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 181 અભયમ હેલ્પલાઇન યોજના ચલાવવામાં આવી રહી છે. સરકારની આ હેલ્પલાઇન યોજના મહિલાઓને સુરક્ષા અને ઘરેલુ હિંસા રોકવામાં મદદરૂપ સાબિત થઈ છે.

તાજેતરમાંજ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના એક ગામે આમતેમ રજળતી એક મહિલા અંગે જાગૃત નાગરિકે ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં જાણ કરી હતી. ૧૮૧ની ટીમે આ મહિલાને સોધી તેની પ્રાથમિક માહિતી મેળવી. આ બહેન માનસિક અસ્થિર હોવાથી તેમની પાસે પોતાના નામ સિવાય કોઈ માહિતી નહોતી.

બહેનની માનસિક સ્થિતિ સારી ન હોવાના કારણે નજીકના પોલીસ સ્ટેશનનું લખાણ મેળવી બહેનને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે સુરક્ષિત જગ્યાએ આશ્રય અપાવ્યો. આમ, અરવલ્લીમાં અજાણી મહિલાને આશ્રય અપાવીને 181 મહિલા અભયમ ટીમે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Back to top button
error: Content is protected !!