GUJARATHALOLPANCHMAHAL
હાલોલમાં રામ નવમી તહેવારને અનુલક્ષીને હાલોલ ટાઉન પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજાયું.
રિપોર્ટર.કાદીર દાઢી.હાલોલ
તા.૫.૪.૨૦૨૫
આગામી ૬ એપ્રિલ રવિવાર નાં રોજ હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર એવા રામ નવમી તહેવારને અનુલક્ષીને હાલોલ ટાઉન પોલીસ ના પીઆઇ કેતન ચૌધરીની અધ્યક્ષતામાં ફ્લેગ માર્ચ યોજાઇ હતી .જેમાં રામ નવમી નાં તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં રામ નવમી તહેવારની ઉજવણી થાય જેને લઇ તકેદારી નાં ભાગરૂપે હાલોલ નગરના વિવિધ વિસ્તારોમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું.જેમાં હાલોલ ટાઉન પીઆઈ કેતન ચૌધરી,પીએસઆઇ સહિત પોલીસ સ્ટાફ સાથે ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું.