થરા મા પાર્થ કોમ્પ્યુટર ક્લાસીસ ના ૧૮ મા વર્ષના મંગલ પ્રવેસે ઈનામ વિતરણ સન્માન સમારોહ યોજાયો.
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ પાર્થ કોમ્પ્યુટર ક્લાસીસ છેલ્લા ૧૭ વર્ષથી કાર્યરત છે જેના ૧૮ મા વર્ષના મંગલ પવેશની ઉજવણીને લઈ

થરા મા પાર્થ કોમ્પ્યુટર ક્લાસીસ ના ૧૮ મા વર્ષના મંગલ પ્રવેસે ઈનામ વિતરણ સન્માન સમારોહ યોજાયો.
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ પાર્થ કોમ્પ્યુટર ક્લાસીસ છેલ્લા ૧૭ વર્ષથી કાર્યરત છે જેના ૧૮ મા વર્ષના મંગલ પવેશની ઉજવણીને લઈ વિધાર્થી એવોર્ડ શો સેરેમ ૨૦૨૬ અંતર્ગત બેસ્ટ પર્ફોર્મન્સ કરનાર વિદ્યાર્થીઓ ના સન્માન સમારોહનું આયોજન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા ના અધ્યક્ષ સ્થાને ઉદ્ઘાટક સમગ્ર રાવળ યોગી સમાજ ટ્રસ્ટ ગુજરાત રાજ્યના પ્રમુખ લાલાભાઈ રાવળ (વામજ),મુખ્ય મહેમાન બનાસકાંઠા જિલ્લા ગૌસ્વામી સમાજ મહા મંડળ યુવા પ્રમુખ અતીતગુલાબગીરી,તાણાના પૂર્વ સરપંચ ગીરીશભાઈ પટેલ,મહાકાલ સેના બનાસકાંઠા જિલ્લા પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા,ફિલ્મી કલાકાર ચંદુભાઈ રાવળ ભુવાજી,બનાસકાંઠા જિલ્લા યુવા ભાજપ પૂર્વ મહામંત્રી નિરંજનભાઇ ઠક્કર,નાગજીભાઈ બબાસણીયા,રાવળ વશરામભાઈ કેશાભાઈ (પડત)ની ઉપસ્થિતિમા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શરૂઆત કરી હતી. ઉમેદભાઈ રાવળે (પડત)શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકારી વાલાણી સ્કૂલ શિહોરીના શિક્ષક પ્રહલાદભાઈ રાવળે (પાદર) કોમ્પ્યુટર કલાસીસની સંપૂર્ણ માહિતી આપી હતી. મહેમાનોને પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માન કરી પ્રજાપતિ સીમા રાજુભાઈ થરા,અવનીબકુલભાઈ પ્રજાપતિ માનપુરા,રોહિતજી ઠાકોર ટોટાણા,ધરતી જોષી ટેબી,સુમિત રાવળ માનપુરા, સાક્ષી પ્રજાપતિ અમરનેસડા સહીત ૧૦૦ થી વધુ જેટલા વિદ્યાર્થીઓને શિલ્ડ,પ્રમાણપત્ર અને ઈનામ દ્વારા ઉમેદભાઈ પડત તથા ભાવિકાબેન ભરતભાઈ પ્રજાપતિ સહીત તેમની ટીમ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530





