GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
નવસારી જિલ્લાના ખેરગામની ૧૯ વર્ષીય આસ્થાબેન ગુમ થયેલ છે.ભાળ મળ્યે નજીક પોલીસ સ્ટેશન સંપર્ક કરવું.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના ખેરગામ પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવ્યાં અનુસાર આસ્થાબેન સંજયકુમાર દલપત સિહ રહે- આછવણી રજપૂત ફળિયુ તા.ખેરગામ જી.નવસારી તારીખ ૧૫/૧૦/૨૦૨૫ના રોજ કલાક ૦૮:૩૦ વાગ્યાના કોલેજ જાવ છું જાણ કરીને ખેરગામ ચાર રસ્તાથી ક્યાંક ચાલી જઈ ગુમ થયેલ છે . ગુમ થનાર આસ્થાબેનની ઉ.વ.-૧૯, ઉંચાઇ ૫ ફૂટ ૪ ઇંચ, રંગે ઘઉં વર્ણ, શરીરે પાતળા બાંધાની છે. શરીરે લાઈટ ગ્રીન તથા સ્કાઈ બ્લુ કલરની શોર્ટ કુર્તી તથા બ્લેક કલરનો જીન્સ પેન્ટ પહેરેલ છે. તેઓ ગુજરાતી હિન્દી તથા અંગ્રેજી ભાષા જાણે છે. ગુમ થનારની ભાળ મળ્યેથી ખેરગામ પોલીસ સ્ટેશન અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.




