GUJARAT

વલસાડ: બેંકમાં કેવાયસી કરાવવા ગયેલી વાપીના ડુંગરાની ૧૯ વર્ષીય કામ્યા હળપતિ ગુમ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વાપીના ડુંગરા ખાતે દાદરીમોરા ખાતે રહેતા મોહનભાઈ કીકુભાઈ હળપતિની ૧૯ વર્ષીય પુત્રી કામ્યા તા. ૨૯/૧૦/૨૦૨૫ના રોજ સવારે ૧૧/૩૦ કલાકે દાદરા ખાતે આવેલી બરોડા બેંકમાં કેવાયસી કરાવવા માટે જાઉં છું એમ કહીને ઘરેથી નીકળી હતી. જે પરત ન ફરતા શોધખોળ કરી હતી પરંતુ કોઈ ભાળ મળી ન હતી. જેથી પિતાએ દીકરી ગુમ થઈ હોવાની જાણ ડુંગરા પોલીસ મથકે કરી હતી. ગુમ થનાર કામ્યા શરીરે પાતળો બાંધો, ઘઉવર્ણ અને ચાર ફૂટ પાંચ ઇંચ ઉંચાઈ ધરાવે છે. જેણે જાંબલી કલરનો ડ્રેસ પહેર્યો છે. જે ગુજરાતી ભાષા જાણે છે. જે કોઈને પણ તેણીની ભાળ મળે તો ડુંગરા પોલીસ મથકે ફોન નં. ૦૨૬૦ – ૨૪૫૨૧૦૦, પોલીસ કંટ્રોલ રૂમ વલસાડ ફોન નં. ૦૨૬૩૨- ૨૫૩૩૩૩/૨૪૨૯૦૦ અથવા હે.કો. પ્રવિણ નનકુભાઈનો મો.નં. ૯૨૬૫૨૫૬૫૮૭ પર જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયુ છે.

Back to top button
error: Content is protected !!