GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ના બોરૂ ટર્નિંગ વિસ્તારમાં દુકાનનું લોક તોડી 44 બેટરીઓ સહીત સ્ટાર્ટર ની ચોરી થતા નોંધાઈ ફરિયાદ.

તારીખ ૧૦/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલની કોર્ટ પાસે શિવમપાર્ક સોસાયટીમાં રહેતા અને બોરૂ ટર્નિંગ વિસ્તારમાં ગોલ્ડન ઇલેક્ટ્રિકલ્સ નામની દુકાન ધરાવતા હુસેનભાઇ સતારભાઈ જીવા દ્વારા નોંધાયેલ ફરીયાદની વિગત મુજબ ગત તા ૦૭/૦૯ ના રાત્રે ૮:૩૦ કલાકે પોતાની દુકાન બંધ કરી આવ્યા હતા અને બીજા દિવસે સવારે ૮ વાગ્યે દુકાને જતા દુકાનના શટર ના બન્ને લોક તૂટેલા જોવા મળ્યા હતા કોઈક અજાણ્યા ચોર ઈસમે લોક તોડી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં મુકેલ એક્સાઇડ કંપનીની ફોર વ્હીલ કારની નવી બેટરીઓ નંગ 14 રૂ 77,781/, તથા રીપેરીંગમાં આવેલ 30 જૂની બેટરીઓ રૂ 30,000/ તથા સ્ટાટર નંગ 3 રૂ 6,000/તથા ઓલ્ટરનેટ નંગ 2 રૂ 4,000/ એમ કુલ મળીને 49 નંગ કુલ રૂપિયા 1,17,781/ ના મુદ્દામાલની ચોરી કરી હોવાનું જણાવી ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93




