
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં વઘઈ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત પ્રથમ ગુજરાત રાજ્ય ઇ-વોલીબોલ ટુર્નામેન્ટનું સફળ આયોજન વઘઈ સેવાસદનની બાજુમાં કરવામાં આવ્યું હતુ. ટુર્નામેન્ટમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલી ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.ફાઇનલ મુકાબલામાં જાદવ આહવાની ટીમે શાનદાર રમત દાખવી ચેમ્પિયન ટ્રોફી પોતાના નામે કરી હતી.સમાપન સમારોહમાં વિજેતા તથા ઉપવિજેતા ટીમોને ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.ડાંગ જિલ્લાના ધારાસભ્ય તથા નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલના હસ્તે ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભાજપ પ્રમુખ કિશોરભાઈ ગાવિત, તાલુકા પંચાયતના પ્રમુખ ચંદરભાઈ ગાવિત, વઘઈના યુવા આગેવાન પંકજભાઈ પટેલ, રિતેશભાઈ પટેલ, ઘર્મેશ પટેલ સહિત રમતપ્રેમીઓ મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા.આયોજકો રિઝવાન મીલવાલા,કાના સોહલા તથા તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી વોલીબોલ ટુર્નામેન્ટ ને સફળ બનાવી હતી..





