ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ સહીત ગુજરાતના ૯ જિલ્લાના ૨.૧૬ લાખ શ્રમયોગીઓને રૂ.૩૮૮.૦૬ કરોડ બોનસ પેટે મળશે

આણંદ સહીત ગુજરાતના ૯ જિલ્લાના ૨.૧૬ લાખ શ્રમયોગીઓને રૂ.૩૮૮.૦૬ કરોડ બોનસ પેટે મળશે

 

તાહિર મેમણ – આણંદ – 17/10/2025 – આણંદ સહીત ૯ જિલ્લામાં આવેલા ૪૪૮ ઔદ્યોગિક અને વાણિજ્ય એકમોએ શ્રમયોગીઓને દિવાળીનો આનંદ વહેંચ્યો

 

મધ્ય ગુજરાત હેઠળ આવતા વડોદરા ઉપરાંત ભરૂચ, નડિયાદ, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં આવેલા કુલ ૪૪૮ ઔદ્યોગિક અને વાણિજ્ય એકમો દ્વારા કુલ ૨.૧૬ લાખ જેટલા શ્રમયોગીઓને રૂ.૩૮૮ જેટલી રકમ બોનસ રૂપે ચૂકવવામાં આવી છે.

 

 

બોનસ ચૂકવવા માટેની અંતિમ તારીખ ૩૦ નવેમ્બર, ૨૦૨૫ નક્કી કરવામાં આવી છે. પરંતુ ગુજરાત રાજ્યમાં શ્રમયોગીઓને દિવાળીના તહેવાર પૂર્વે જ બોનસનો લાભ મળી રહે તે માટે રાજ્ય સરકારે પહેલ કરીને વહેલી તકે બોનસ ચુકવવા માટે ઉદ્યોગ એકમોને સૂચના આપી હતી.

 

 

 

રાજ્યના રીજનલ હેડ ઓફિસ વડોદરા, ભરૂચ, નડિયાદ, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં આવેલ કુલ ૪૪૮ ઔદ્યોગિક અને વાણિજ્ય એકમો દ્વારા કુલ ૨,૧૬,૦૬૬ શ્રમયોગીઓને રૂ.૩૮૮,૦૬,૦૬,૦૮૬ જેટલી રકમ બોનસ રૂપે ચૂકવવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!