ARAVALLIGUJARATMODASA

મતદારયાદી ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત ૩૦ દિવસની કામગીરી માત્ર ૧૦ અને ૧૧ દિવસમાં પૂર્ણ કરતા જિલ્લા કલેક્ટર દ્વારા ૨ BLOને સન્માનિત કરાયા

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

“અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી” નું સાક્ષાત ઉદાહરણ પૂરી પાડતા અરવલ્લી જિલ્લાના BLO

મતદારયાદી ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત ૩૦ દિવસની કામગીરી માત્ર ૧૦ અને ૧૧ દિવસમાં પૂર્ણ કરતા જિલ્લા કલેક્ટર દ્વારા ૨ BLOને સન્માનિત કરાયા

ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. 01/01/2026ની લાયકાત તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત પાત્રતા ધરાવતા નાગરિકોનો સમાવેશ સુનિશ્ચિત કરવો અને પાત્રતા ન ધરાવતા, મરણ પામેલા, કાયમી સ્થળાંતર કરેલા અથવા બે જગ્યાએ નોંધાયેલા મતદારોના નામો દૂર કરવાં આવશ્યક છે. આ તમામ કામગીરી બુથ લેવલ ઓફિસર (BLO) દ્વારા કરવામાં આવે છે.

BLO હાલના મતદારોની માહિતી *BLO App.*માં મેપિંગ કરે છે, India Election Commission દ્વારા આપેલા ઈન્યુમરેશન ફોર્મ (ગણતરી ફોર્મ) વિતરે છે, તે ફોર્મ ભરાવ્યા પછી પરત મેળવી ડિજીટાઇઝેશન કરે છે. BLO ઓછામાં ઓછા ત્રણ વખત ઘરે મુલાકાત લે છે અને વૃદ્ધ, બીમાર, દિવ્યાંગ, ગરીબ અને અન્ય સંવેદનશીલ જૂથના મતદારોને મદદ કરે છે. આ કામગીરી તા. 04/11/2025 થી 04/12/2025 સુધી દિન-૩૦માં માં પૂર્ણ કરવાની થાય છે.

૩૨- બાયડ વિધાનસભાના ભાગ નં- ૨૫૭ દોલપુરા વિસ્તારના BLO  મહેશભાઈ પટેલ પગે અપંગ હોવા છતાં તેમણે તેમના મતવિસ્તારમાં કુલ ૩૧૬ મતદારોનો ઘરેઘરે સંપર્ક કરી EF (ગણતરી ફોર્મ) વિતરણ અને ભરેલા ફોર્મની એન્ટ્રી *BLO App.*માં પૂર્ણ કરી, ભાગ નં.૨૫૭ની ૧૦૦% કામગીરી માત્ર ૧૦ દિવસમાં પૂર્ણ કરી ખૂબ જ પ્રશંસનીય ફરજ બજાવી. ૧૦ દિવસમાં પોતાની કામગીરી પૂર્ણ કરી તેમની ધગશ અને કામ પ્રત્યેની જાગૃતિથી જિલ્લા અને રાજ્યના અન્ય BLO એ પણ પ્રેરણા મેળવવી જોઈએ.

૩૨- બાયડ વિધાનસભાના ભાગ નં- ૯૨ અણિયોર- ૧ વિસ્તારના BLO શ્રી. રાકેશભાઈ દરજી ૫૬ વર્ષની ઉંમરે પણ ખુબજ મહેનત અને જોમ સાથે કામગીરી કરી છે. તેમના મતવિસ્તારમાં કુલ ૭૧૮ મતદારોનો ઘરેઘરે સંપર્ક કરી EF (ગણતરી ફોર્મ) વિતરણ અને ભરેલા ફોર્મની એન્ટ્રી *BLO App.*માં પૂર્ણ કરી, ભાગ નં.૯૨ ની ૧૦૦% કામગીરી માત્ર ૧૧ દિવસમાં પૂર્ણ કરી ખૂબ જ પ્રશંસનીય ફરજ બજાવી. આ કામમાં તેમના પત્નીએ પણ કદમ થી કદમ મિલાવીને મદદ કરી છે. ગૃહિણી જોવા છતાં તેમણે તેમના પતિને દરેક પગલે મદદ કરી ખરા અર્થમાં અર્ધાંગિનીનો ભાગ ભજવ્યો છે.આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ બંને BLO ને જીલ્લા ચૂંટણી અધિકારી અને અરવલ્લી જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીકએ તેમની ઓફિસમાં બોલાવી અભિનંદન પાઠવી પ્રમાણપત્ર સાથે સન્માનિત કર્યા. સાથે જ અન્ય BLOને પણ આ BLO થકી પ્રેરણા મેળવી સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા સુચન કર્યું.

 

Back to top button
error: Content is protected !!