
તા.૧૬.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:વિકસિત ભારત યંગ લીડર ડાયલોગ 2026 માં દાહોદ ના 2 યુવાઓએ દિલ્લીમાં ગુજરાત નો ડંકો વગાડ્યો.
તા. 9 થી 12 જાન્યુઆરી દરમિયાન દિલ્લીમાં આયોજિત રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં દાહોદ ના 2 યુવાઓ કુ. રાજવી કડિયા અને સૂરજ ચૌહાણનું “રાષ્ટ્રીય યુવા આઇકોન–પાથ બ્રેકર” તરીકે વિશેષ આમંત્રણ ખેલ અને યુવા મંત્રાલય, દિલ્લી દ્વારા આપવામાં આવ્યું હતું.આ સપૂર્ણ કાર્યક્રમમાં તેઓએ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, અવકાશયાત્રી શુભાંશુ શુકલા અને પ્રકાશ નાયર તથા વિવિધ કેબિનેટ મંત્રીઓ સાથે વિશિષ્ટ સંવાદમાં ભાગ લેવાનો વિશિષ્ટ અવસર પ્રાપ્ત થયો હતો.આ કાર્યક્રમ માં પૂરા ભારતથી આવેલ 3000 યુવાઓ ના પ્રેરણારૂપ તરીકે દાહોદના આ 2 યુવાઓ જેમાંથી કડિયા રાજવી એ રાજ્યસ્તરે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી નિષ્ણાતો અને યુવાઓ સમસ્ત PPT દ્વારા ભારતને સ્ટાર્ટઅપ કેપિટલ બનાવાનું માર્ગદર્શન આપ્યું. જ્યારે, સૂરજ ચૌહાણના સિયાચીન બેસ્કેમ્પ માં પ્રથમ ગુજરાતી તરીકે પોતાના અનુભવ પ્રધાનમંત્રી સમસ્ત પ્રસ્તુત થયા. આ બંને યુવાઓ sardar@150 ની રાષ્ટ્રીય પદયાત્રામાં કરમસદ થી કેવડિયા સુધી જોડાયા હતા.દાહોદ થી દિલ્લી સુધીની આ સફર માત્ર પ્રતિભાગી તરીકે નહીં પરંતુ એક યુવા આઇકોન તરીકે પ્રધાનમંત્રી શ્રી સમસ્ત પ્રસ્તુત થઈ હતી, જે સમસ્ત દાહોદ જ નહીં પરંતુ ગુજરાત માટે ગૌરવની વાત છે.





