

સમીર પટેલ, ભરૂચ
હિંમતનગરમાં અંતિમ વિધિમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા : રાજપારડીના વેપારીઓએ પોતપોતાની દુકાનો બંધ રાખી દુઃખ વ્યક્ત કર્યું..
ઇમ્તિયાઝ અલી સૈયદ સદા જરૂરિયાતમંદોને મદદરૂપ બનતા હતા : ઝગડિયા તાલુકામાં શોકનો માહોલ..
ભરૂચ જીલ્લાના ઝગડિયા તાલુકાના મુસ્લિમ સમાજનો એક સિતારો ખરી પડ્યો હતો ઝગડિયા તાલુકાના રાજપારડી ગામે મુસ્લિમ અગ્રણી તેમજ સામાજીક આગેવાન ઇમ્તિયાઝ અલી સૈયદ બાપુનુ આકસ્મિક નિધન થતા રાજપારડીના નગરજનો સહિત ઝગડિયા તાલુકામાં શોકનો માહોલ છવાયો હતો ઇમ્તિયાઝ અલી સૈયદ હંમેશા જરૂરિયાતમંદોની મદદ કરતા હતા તેમજ સામાજીક અગ્રણી તરીકે તેમનું નામ મોખરે રહેતું હતું કોરોનાકાળ દરમિયાન ઇમ્તિયાઝ અલી સૈયદે અસંખ્ય જીવન ઉપયોગી કીટોનુ વિતરણ કર્યું હતું તેમજ ચોમાસા દરમિયાન નર્મદા કાંઠાના ગામો પૂરગ્રસ્ત બનતા ત્યારે આ સૈયદ સાહેબ પોતે સ્થાનિકો માટે રહેવા તેમજ જમવાની વ્યવસ્થા કરી માનવતાનુ ઉત્તમ ઉદાહરણ આપતાં હતા સૈયદ સાહેબની અંતિમવિધિ તેમના વતન હિંમતનગર નગર ખાતે આજે સવારે આઠ વાગે યોજાઇ હતી જેમાં રાજપારડી તેમજ તાલુકા સહિત હિંમતનગરના હિન્દુ -મુસ્લિમ અગ્રણીઓ સાથે તેમના ચાહવાવારા લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા સૈયદ સાહેબે આકસ્મિક આ ફાની દુનિયાને અલવિદા કેહતા ઝગડિયા તાલુકા ના રાજપારડી નગરના દુકાનદારોએ પોતપોતાનાની દુકાન બંધ પાળી દુઃખ વ્યક્ત કર્યું હતું ઇમ્તિયાઝ અલી સૈયદના આકસ્મિક નિધનથી રાજપારડી સહિત ઝગડિયા તાલુકામાં તેમના ચાહવા વારાઓની આંખો ભીની થઇ ગઈ હતી સાથે તેઓએ સૈયદ સાહેબની ખોટ પુરાય નહિ તેમ જણાવ્યું હતું ઝગડીયા તાલુકાના હિન્દુ -મુસ્લિમ રાજકીય તેમજ સામાજીક આગેવાનોએ આ દુઃખની ઘડીમાં શ્રદ્ધાંજલિ અર્પી પરિવારજનોને સાંત્વના પાઠવી પાર્થનાઓ ગુજારી હતી.




