ARAVALLIGUJARATMEGHRAJMODASA

અરવલ્લી જિલ્લાનું ગૌરવ : મેઘરજના નહેરુકંપા (રેલ્લાવાડા)ના 20 વર્ષીય ખીલનનું અંડર-19 ઈન્ડિયા તરફથી ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન – પાકિસ્તાન સામે 3 વિકેટ ઝડપી અને 21 રન ફટકારી , ઈન્ડિયાને સેમિફાઇનલમાં પહોંચાડ્યું

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લાનું ગૌરવ : મેઘરજના નહેરુકંપા (રેલ્લાવાડા)ના 20 વર્ષીય ખીલનનું અંડર-19 ઈન્ડિયા તરફથી ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન – પાકિસ્તાન સામે 3 વિકેટ ઝડપી અને 21 રન ફટકારી , ઈન્ડિયાને સેમિફાઇનલમાં પહોંચાડ્યું

અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકાના નહેરુકંપા (રેલ્લાવાડા) ગામના 20 વર્ષીય યુવા ક્રિકેટર ખીલનકુમાર અનિલભાઈએ અંડર-19 ભારતીય ક્રિકેટ ટીમ તરફથી રમતાં જિલ્લાનું નામ રોશન કર્યું છે. હાલ ચાલી રહેલા અંડર-19 વર્લ્ડ કપમાં ખીલને શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન કરી ભારતને સેમિફાઇનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
પાકિસ્તાન સામેની મહત્વપૂર્ણ મેચમાં ખીલને બેટિંગમાં 15 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 21 રન ફટકાર્યા હતા. સાથે જ બોલિંગમાં 9.2 ઓવર નાખી 1 મેડન ઓવર સાથે 35 રનમાં 3 વિકેટ ઝડપી પોતાની કાબેલિયત સાબિત કરી હતી.

ખીલન નાનપણથી જ ક્રિકેટનો શોખીન રહ્યો છે. માત્ર 11 વર્ષની ઉંમરથી ક્રિકેટ રમવાનું શરૂ કરનાર ખીલને અંડર-16થી સતત શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. છેલ્લા 10થી 11 મહિનાથી તે ઇન્ટરનેશનલ લેવલ માટે સિલેક્ટ થયો હતો અને GSA (ગુજરાત ક્રિકેટ એસોસિએશન) હેઠળ સ્ટેટ લેવલે રમતો રહ્યો છે.ખીલનના પિતાના જણાવ્યા મુજબ, અગાઉ તે ઇંગ્લેન્ડ સામેની સિરીઝ માટે પણ સિલેક્ટ થયો હતો, પરંતુ ઈજાના કારણે રમી શક્યો નહોતો.ત્યારબાદ બેંગલોર ખાતે ઓસ્ટ્રેલિયા સામે 3 વનડે અને 2 ટેસ્ટ મેચ રમ્યો હતો તેમજ દુબઈમાં યોજાયેલા એશિયા કપમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.શિક્ષણની વાત કરીએ તો ખીલને શરૂઆતમાં મોડાસાની બિકનઈ સ્કૂલ તથા  સરસ્વતી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો.

હાલ તે ગાંધીનગર ખાતે રહી અભ્યાસ સાથે ક્રિકેટમાં સતત મહેનત કરી રહ્યો છે.અત્યાર સુધી ખીલન અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, શ્રીલંકા, ઝિમ્બાબ્વે સહિત અનેક દેશો સામે ક્રિકેટ રમી ચૂક્યો છે. પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન દ્વારા ખીલને ગામ, પરિવાર, અરવલ્લી જિલ્લો, ગુજરાત તેમજ સમગ્ર દેશનું નામ ગૌરવપૂર્ણ રીતે ઉજાગર કર્યું છે.

Back to top button
error: Content is protected !!