આણંદ ફૂડ વિભાગ દ્વારા મરી મસાલાના 21 નમુના લેવાયા

તાહિર મેમણ : આણંદ – 11/10/2024 – મિલ્ક પ્રોડક્ટના14,ખાદ્યતેલોના 14, બેકરી આઈટમ તેમજ મરી મસાલાના 21 નમુના લેવાયા આણંદ જિલ્લાના ફુડ સેફટી વિભાગ દ્વારા ખોરાકની સલામતી અને લોકજાગૃતિ માટે ફૂડ સેફટી પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે.પખવાડિયાના પ્રથમ સપ્તાહમાં ખાદ્ય પદાર્થોના 57 એકમોમાં ચેકિંગ કર્યુ હતું. આ ઝૂંબેશમાં મિલ્ક પ્રોડક્ટના 14, ખાદ્યતેલોના 14, બેકરી આઈટમ તેમજ મરી મસાલાના 21 સેમ્પલ મળીને કુલ 49 સેમ્પલ પૃથ્થકરણ માટે લઇને લેબોરેટરીમાં મોકલી આપ્યાં હતા.
આણંદ ફડ વિભાગ દ્વારા ફૂડ સેફટી પખવાડિયાના ભાગરૂપે જુદા જુદા એકમો તપાસ હાથધરીને જનતાને શુદ્વ ખાણીપીણી ચીજવસ્તુઓ મળી રહે હેતુથી ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. આ તપાસ દરમિયાન 2 પેઢીઓને સુધારાત્મકતા માટે કાર્યવાહી હાત ધરવામાં આવી હતી. આ ફૂડ સેફટી પખવાડિયામાં એન્ફોર્સમેન્ટ, અવરનેશ, ટ્રેનિંગની વિવિધ પ્રવૃતિઓ અને લાયસન્સ- રજીસ્ટ્રેશનનના 3-કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ ફૂડ બિઝનેશ ઓપરેટરો, ડ્રાયફ્રૂટના વેપારીઓ, ફરસાણ તથા મિઠાઇ અને હોટલોના સંચાલકોને તાલીમ આપવામાં આવી હતી.વિવિધ શાળા- કોલેજોમાં વિદ્યાર્થીઓ અને ખોરાકના વેપારીઓ માટે અવરનેશ અને ટ્રેનીંગ કાર્યક્રમો યોજાયા હતા. આગામી દિવસોમાં ભેળસેળ અટકાવવા દરોડા પાડી કાર્યવાહી હાથ ધરાશે.




