વલસાડ જિલ્લાના વાપીના ડુંગરાથી ૨૧ વર્ષીય સમીતાખાતુન પઠાણ ગુમ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વાપીના ડુંગરા કોલોની ખાતે પીરમોરા અલતાફભાઈની ચાલમાં રૂમ નં. ૧૪ માં રહેતા હમિદખાન કલ્લુખાન પઠાણ (મૂળ રહે. ગામ. ચરખારી, (અમરગંજ),તા. ચરખારી, પોસ્ટ ચરખારી, જિ.મહોબા, યુ.પી.)ની ૨૧ વર્ષીય દીકરી સમીતાખાતુન ઉર્ફે સાહિબાખાતુન જોયો કંપનીમાં નોકરી કરે છે. તા. ૨૮/૧૦/૨૦૨૫ના રોજ સવારે ૧૧ કલાકે પોતાના ઘરેથી કોઈને કંઈપણ કહ્યા વિના ક્યાંક ચાલી ગઈ હતી. જેની શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન લાગતા પિતાએ ડુંગરા પોલીસ મથકે દીકરી ગુમ થયાની જાણ કરી હતી. ગુમ થનાર સમીતાખાતુન ઉર્ફે સાહિબાખાતુન શરીરે મધ્યમ બાંધો, ઘઉવર્ણ અને પાંચ ફૂટ ઉંચાઈ ધરાવે છે. જે હિન્દી ભાષા જાણે છે. જેણે શરીરે પીળા કલરનું સલવાર શુટ પહેર્યુ હતું. જે કોઈને પણ આ ગુમ યુવતીની ભાળ મળે તો ડુંગરા પોલીસ મથકે ફોન નં. ૦૨૬૦ ૨૪૫૨૧૦૦, પોલીસ કંટ્રોલ રૂમ વલસાડ ફોન નં. ૦૨૬૩૨- ૨૫૩૩૩૩/૨૪૨૯૦૦ અથવા હે.કો. પ્રવિણ નનકુભાઈનો મો.નં. ૯૨૬૫૨૫૬૫૮૭ પર જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયુ છે.




