GUJARATJUNAGADH

જૂનાગઢ પ્રાદેશિક માહિતી કચેરીના વય નિવૃત્ત સેવક શ્રી ધીરુભાઈ વાજાને નિવૃત્તિ વિદાયમાન આપવામાં આવ્યું

જૂનાગઢ પ્રાદેશિક માહિતી કચેરીના વય નિવૃત્ત સેવક શ્રી ધીરુભાઈ વાજાને નિવૃત્તિ વિદાયમાન આપવામાં આવ્યું

જૂનાગઢ પ્રાદેશિક માહિતી કચેરી ખાતે વર્ગ ૪ માં સેવક તરીકે કાર્યરત કર્મયોગી શ્રી ધીરુભાઈ વાજા તારીખ ૩૧-૦૮-૨૦૨૫ ના રોજ વયનિવૃત થતા આ તકે શ્રી વાજાને નિવૃત્તિ વેળાએ સર્વે કચેરી સ્ટાફ દ્વારા ભાવભીનું વિદાયમાન આપવામાં આવ્યું હતું. શ્રી વાજાએ ૩૫ વર્ષથી વધુની ફરજ સુપેરે નિભાવી છે. તેઓએ પોતાની સેવાની શરૂઆત અમરેલીના ખાંભાથી તા.૦૨-૦૬-૧૯૯૦ ના રોજ કરી હતી. ત્યારબાદ તેઓએ અમરેલી, રાજુલા અને જૂનાગઢમાં ફરજ બજાવી હતી. છેલ્લા ૨૦ વર્ષથી તેઓએ જૂનાગઢ જિલ્લા માહિતી કચેરી અને ત્યારબાદ જૂનાગઢ પ્રાદેશિક માહિતી કચેરી ખાતે પોતાની સેવા આપી છે.આ તકે ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક શ્રી નરેશ મહેતાએ શ્રી વાજાને નિવૃત્તિ શુભકામના પાઠવી તેમનું જીવન સ્વસ્થ નિરોગી રહે એવી શુભકામના પાઠવી હતી. શ્રી ધીરુભાઈ વાજાએ સર્વે કર્મચારી મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, જૂનાગઢમાં આવ્યા પછી તેમણે અને તેમના પરિવારે ખુબ જ પ્રગતિ કરી હતી. શ્રી વાજાએ જુના સંસ્મરણો વાગોળી ફરજ સેવા અંગે સંતોષની લાગણી વ્યકત કરી હતી. શ્રી ધીરુભાઈ વાજાને સર્વે સ્ટાફ મિત્રોએ શાલ ઓઢાડીને અને પુષ્પગુચ્છ અર્પણ કર્યા હતા. તેમજ તેઓનું આગામી જીવન સુખી, સ્વસ્થ, સમૃદ્ધ નીવડે, તેઓ પોતાના પરિવાર સાથે સમય વ્યતિત કરે તેવી શુભકામના પાઠવી હતી. તેમજ પ્રાદેશિક માહિતી કચેરી જૂનાગઢના ઈનચાર્જ સંયુકત માહિતી નિયામક સુશ્રી દિવ્યાબેન છાટબારે પણ શ્રી ધીરુભાઈ વાજાને શુભકામના પાઠવી હતી. કર્મચારી સર્વે ભૂપત જાદવ, ભાલચંદ્ર વિંઝુડા, જલકૃતિ કે. મહેતા, તુષારદાન ગઢવી, રૂકસાનાબેન કુરેશી, ચિરાગ પટેલ, રાહુલ હેરભા, ચંદુ સોલંકી, જય ભટ્ટ, એજાજ અબડા સહિતના કર્મયોગીઓ હાજર રહ્યા હતા.

રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!