GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

જેસી.એન્ડ જેસી શ્રેષ્ઠી વિદ્યા સંકુલ સીટી ગાર્ડનનાં ૨૩૨ વિધાર્થીઓ મતદાન જન જાગૃતિ રેલીમાં જોડાયા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

મતદાન જાગૃતિ અભિયાન ૨૦૨૪ અંતર્ગત નવસારી જિલ્લામાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જેમાં તાજેતરમાં શાળાના ૨૩૨ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા જન જાગૃતિ રેલીમાં જોડાયા હતા. આ ઉપરાંત શાળામાં મતદાન સંકલ્પ, નિબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, ક્વિઝ, પોસ્ટર, ચિત્ર સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઇ હતી. આ સાથે ધોરણ ૯ થી ૧૧ના વિદ્યાર્થીઓ દ્વારા ગ્રિટીંગ્સ કાર્ડ બનાવ્યા હતા. મતદાન જાગૃતિ અભિયાનને વેગવંતું બનાવવા શાળાના વિદ્યાર્થીઓએ “વોટનું મહત્વ” સમજાવતો વિડિયો અને પોસ્ટરો બનાવી વાલીઓને પ્રદર્શિત કર્યા હતા. શાળાના આચાર્યશ્રી સોનલબેન જોશી તથા અન્ય શિક્ષકગણ દ્વારા બાળકોને વિવિધ પ્રવૃતિઓમાં ઉત્સાહ દાખવવા બદલ પ્રોત્સાહિત કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!