ANANDANAND CITY / TALUKOGUJARAT

CVM યુનિવર્સિટીનો તૃતીય પદવીદાન સમારોહ આવતીકાલે: ૨૭૮૮ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે.

CVM યુનિવર્સિટીનો તૃતીય પદવીદાન સમારોહ આવતીકાલે: ૨૭૮૮ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે.

 

તાહિર મેમણ – આણંદ -09/01/2026 – ચારુતર વિદ્યામંડળ સંચાલિત CVM યુનિવર્સિટીનો તૃતીય પદવીદાન સમારોહ આવતીકાલે તા. ૧૦ જાન્યુઆરી, ૨૦૨૬ને શનિવારના રોજ સાંજે ૫:૩૦ કલાકે વિદ્યાનગરના સીવીએમ શાસ્ત્રી મેદાન ખાતે ભવ્ય રીતે યોજાશે.

 

આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે જેસીબી (JCB) ઇન્ડિયા લિમિટેડના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી દીપક શેટ્ટી ઉપસ્થિત રહી દીક્ષાંત પ્રવચન આપશે. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને CVM યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી ભીખુભાઈ પટેલ અને અતિથિ વિશેષ તરીકે સી.ઝેડ. પટેલ કોલેજ ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટના ચીફ પેટ્રન શ્રી સી. ઝેડ. પટેલ હાજરી આપશે. આ પદવીદાન સમારોહ ચારુતર વિદ્યામંડળના ઉપપ્રમુખ શ્રી મનીષભાઈ પટેલ, માનદ મંત્રી શ્રી એસ. જી. પટેલ, માનદ સહમંત્રી શ્રી મેહુલભાઈ પટેલ તથા શ્રી વિશાલભાઈ પટેલ અને CVM યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રોફેસર (ડૉ.) ઇન્દ્રજિત પટેલ તથા રજિસ્ટ્રાર પ્રોફેસર (ડૉ.) સંદીપ વાલિયાના યોગ્ય માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી રહ્યો છે.

 

આ પદવીદાન સમારોહમાં વિવિધ વિદ્યાશાખાઓના કુલ ૨૭૮૮ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે, જેમાં ૧૯૭૮ યુવકો અને ૮૧૦ યુવતીઓનો સમાવેશ થાય છે. શૈક્ષણિક વિગતો મુજબ, ૨૧૭૮ વિદ્યાર્થીઓ સ્નાતક (UG), ૫૪૭ વિદ્યાર્થીઓ અનુસ્નાતક (PG) પદવી પ્રાપ્ત કરશે. સંશોધન ક્ષેત્રે પણ યુનિવર્સિટીની નોંધપાત્ર સિદ્ધિ જોવા મળી છે, જેમાં કુલ ૬૩ સંશોધકોને પીએચ.ડી. (Ph.D.) ની પદવી એનાયત કરાશે.

Back to top button
error: Content is protected !!