GUJARATMEHSANAVIJAPUR

મેહસાણા જીલ્લા ના વડનગર વિસનગર ખેરાલુ સતલાસણા સહિત વિસ્તારો મા શેર બજાર ના ઓથા હેઠળ લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગ ના ૨૯ લોકોને સ્પેશ્યલ ઇનવેસ્તિગેશન ગાંધીનગર તેમજ જીલ્લા પોલીસે ઝડપી પાડયા

મેહસાણા જીલ્લા ના વડનગર વિસનગર ખેરાલુ સતલાસણા સહિત વિસ્તારો મા શેર બજાર ના ઓથા હેઠળ લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગ ના ૨૯ લોકોને સ્પેશ્યલ ઇનવેસ્તિગેશન ગાંધીનગર તેમજ જીલ્લા પોલીસે ઝડપી પાડયા
વતાલ્યયમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા જીલ્લાના વડનગર, વિસનગર, ખેરાલુ તથા સતલાસણા વિસ્તારમા કેટલીક સંગઠીત ગેંગો દ્વારા સમગ્ર ભારતમા શેર બજારમા રોકાણ કરવા ઇચ્છતા લોકોને ટાર્ગેટ કરી શેરબજારની ટ્રેડીંગ કંપનીઓના એજન્ટ બની શેર બજારમા નફો (પ્રોફીટ) કમાવા ની ટીપ્સ આપી લાલચ આપી તેઓ પાસેથી નક્કી કરેલ બેન્ક એકાઉન્ટોમા પૈસા નખાવી તેમની સાથે પૈસાની છેતરપીંડી કરતી અલગ-અલગ ગેંગના કુલ –૨૯ આરોપીઓને પોલીસે પકડી ડબ્બા ટ્રેડીંગનો ગેરકાનુની પ્રવૃત્તિ કરતી ગેંગ નો સ્પેશ્યલ ઇન્વેસ્તિગેશન ટીમ ગાંધીનગર અને મહેસાણા જીલ્લા પોલીસે પર્દાફાશ કરી આરોપીઓને ઝડપી પાડી સફળ કામગીરી કરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જીલ્લાના વડનગર વિસનગર ખેરાલુ તથા સતલાસણા જેવા તાલુકા વિસ્તાર માં શેરબજાર મા ઈચ્છુક એવા લોકોને ટાર્ગેટ કરી છેતરપિંડી કરવાના બનાવો બની રહ્યા છે જે અનુસંધાન મા તાલુકાના પોલીસ મથકો મા ગુના પણ નોંધાયેલા છે. આવી સક્રિય ગેંગ ને ઝડપી પાડવા માટે ગાંધીનગર રેન્જ ડીઆઇજી વિરેન્દ્રસિંહ યાદવ તેમજ પોલીસ અધિક્ષક રવી તેજા વાસમ શેટ્ટી ના માર્ગદર્શન મુજબ વડનગર તાલુકા મા શેર બજારના ઓથા હેઠળ ચાલતો ડબ્બા ટ્રેડિંગ ની ઊંડાણ પૂર્વક તપાસ કરતા જુદીજુદી જગ્યાએ શેર બજાર ડબ્બા ટ્રેડિંગ ના ગુનાઓ આચરતી ગેંગ ના ૨૯ જણાને ઝડપી લઇ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

Back to top button
error: Content is protected !!