આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે ‘લાગણીનું વાવેતર -02’ અંતર્ગત “વડીલ વંદના” કાર્યક્રમ યોજાયો

8 ડિસેમ્બર જીતેશ જોષી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે તા-7/12/2024 ના રોજ એન.એન.એસ. પ્રવૃત્તિ દ્વારા લાગણીનું વાવેતર-02 અંતર્ગત “વડીલ વંદના” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના દાદા-દાદી કે જેમની ઉંમર 75 વર્ષથી વધુ હોય તેવા વયોવૃદ્ધ દાદા- દાદીનું તેમના જ પૌત્ર કે પૌત્રીના હસ્તે કુમકુમ તિલક, ફુલહાર તથા પુષ્પ વર્ષા કરી પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળા તરફથી ગરમ સાલ, મીઠાઈ , હાથ લાકડી(જેડી) ,માળા તથા વિદ્યાર્થી માટે ચોપડા ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યાહતા.કાર્યક્રમનીશરૂઆતમાંએન.એન.એસ. પ્રવૃતિના કન્વીનર શ્રી જીગરભાઈ પટેલે શાબ્દિક સ્વાગત કરી બાળકોના જીવન ઘડતરમાં વડીલોના અનુભવને બિરદાવ્યો હતો. પ્રાસંગિક પ્રવચનમાં આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરીએ તથા સુપરવાઈઝરશ્રી લવજીભાઈ ચૌધરીએ પથ્થરોની ખાણ હોય પણ મૂર્તિઓની હોતી નથી, માણસોનું ટોળું હોય પણ માણસાઈનું હોતું નથી” એ ઉક્તિને ઉજાગર કરી બાળકોના જીવન ઘડતરમાં, માનવીય મૂલ્યોના વિકાસમાં તથા સંસ્કારોનું સિંચન કરવામાં ઘરના વડીલોની અહમ ભૂમિકા વિશે પ્રાસંગિક પ્રવચન આપી “વડીલ વંદના” કાર્યક્રમના હેતુને સિદ્ધ કર્યો હતો કાર્યક્રમની આભારવિધિ સુપરવાઈઝરશ્રી રાજુભાઈ પરીખે કરી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન લવજીભાઈ ચૌધરી તથા કોકીલાબેન ચૌધરીએ કર્યું હતું. સમગ્ર સ્ટાફ મિત્રોના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.




