ARAVALLIGUJARATMODASA

મેઘરજમાં એક કલાક માં 3.5 ઇંચ વરસાદ, માલપુરના સજ્જનપુરાકંપા વિસ્તારમાં તડબૂચ,પપૈયા,મગફળીના પાકમાં પાણી ભરાયા.. ગેબી પાસે માજુમ નદી ગાંડીતુર બની

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજમાં એક કલાક માં 3.5 ઇંચ વરસાદ, માલપુરના સજ્જનપુરાકંપા વિસ્તારમાં તડબૂચ,પપૈયા,મગફળીના પાકમાં પાણી ભરાયા.. ગેબી પાસે માજુમ નદી ગાંડીતુર બની

હવામાન વિભાગની આગાહીના પગલે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે જેની અંદર વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લાની અંદર પણ આજે બપોરથી જ વરસાદી માહોલ જામ્યો હતો માલપુર, મેઘરજ મોડાસા શહેર સહીત વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો ખાસ કરીને માલપુર ની અંદર એક જ કલાકની અંદર દોઢ ઇંચ થી વધુ વરસાદ ખાબકતા બજારની અંદર પાણી ભરાયા હતા બીજી તરફ માલપુર તાલુકાના સજ્જનપુર કમ્પા વિસ્તારમાં પણ એક કલાકની અંદર દોઢ ઇંચ થી વધુ વરસાદ ખાબકતા ખેતરોની અંદ પપૈયા મગફળી તેમજ તડબૂચના પાકમાં વરસાદી પાણી ભરાયા હતા એ પાકની અંદર વરસાદી પાણી ભરાતા પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે તો બીજી બાજુ મેઘરજ તાલુકા ની અંદર પણ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી ને માત્ર એક કલાકની અંદર ત્રણ ઇંચ થી પણ વધુ વરસાદ ખાબક્યો હોવાની વાત સામે આવી છે ત્યારે નીચાણ વાળા વિસ્તારોની અંદર પાણી ભરાતા વેપારી સહિત અનેક લોકોની હાલાકી નો સામનો કરવાનો વારો આવ્યો છે મેઘરજ ના મેઈન બજારો માં નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા ઉન્ડવા રોડ ની દુકાનો માં ગુટણ સમાં પાણી બરાયા હતા બીજી તરફ આંબાવાડી રોડ પર સરોવર જેવા દ્રશ્યો સર્જાયા હતા મદની સોસાયટીમાં પણ ઘૂંટણ સમાં પાણી ભરાયા હતા પંચાર રોડ પર પાણી ભરાતા મેઘરજથી પંચાલ રોડ પણ નો સપંર્ક કપાયો હતો હાલ રહીશો વરસાદી પાણી ને લઈ પરેશાન છે પાણીનો નિકાલ ના થવાના કારણે ક્યાંક તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો અને ખાસ કરીને પ્રિ મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે ત્યારે તંત્રની બેદરકારી સામે આવી હતી બીજી તરફ મોડાસા શહેરની અંદર વાત કરવામાં આવે તો ગેબિન મંદિર નજીક આવેલી માજુમ નદી ગાંડીતુર બની હતી અને નદીની અંદર નવા નીરની આવક થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો

Back to top button
error: Content is protected !!