દિપડા નો શિકાર કરતા ૩ આરોપીની ધરપકડ કરાઇ


દિપડા નો શિકાર કરતા ૩ આરોપીની ધરપકડ કરાઇ
વન વિભાગ ગુજરાત રાજ્ય
મે. શ્રી એસ.ડી.પટેલ, નાયબ વન સંરક્ષક સાહેબશ્રી, સા.વ.વિ. સા.કાં. તેમજ મે. શ્રી બી.સી.ડાભી, મદદનીશ વન સંરક્ષક સાહેબશ્રી, સા.વ.વિ. સા.કાં.ના માર્ગદર્શન હેઠળ ગત તા. ૨૬/૧૨/૨૦૨૪ ના રોજ મોજે : પાનોલ ગામના સીમાડામાં વન્યપ્રાણી દિપડાનો શિકાર થતાં શ્રી જી.એ.પટેલ, પરીક્ષેત્ર વન અધિકારીશ્રી, વિસ્તરણ રેન્જ ઈડર અને વાઈલ્ડ લાઈફ વોર્ડન ઈડર તેમજ વિસ્તરણ રેન્જ ઈડરનો સ્ટાફ સાથે બનાવ વાળા સ્થળની ઉંડી તપાસ કરી શિકારમાં વપરાયેલ મુદામાલ જપ્ત કરી ૩ (ત્રણ) આરોપીઓની ધરપકડ કરી (૧) રાણાભાઈ અણદાભાઈ કોદરવી ઉ.વ. ૩૦, મુ. વાધેશ્વરી, તા. ખેડબ્રહમા જી. સાબરકાંઠા, (૨) બળવંતભાઈ નેવાભાઈ સોલંકી ઉ.વ. ૨૭, મુ. ઉપલો ફળો બહેડીયા, તા. ખેડબ્રહમા જી. સાબરકાંઠા, (૩) કમલેશભાઈ ઈશ્વરભાઈ પટેલ ઉ.વ. ૪૩, મુ. જેતપુર, તા. વડાલી જી. સાબરકાંઠા, જેઓને વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭ર અન્વયે અનુસુચિ-૧ અંતર્ગત કલમ-૯ સાથે વંચાણે લીધેલ કલમ ૨(૧૬), ૩૯, ૫૧, ૫ર અને ૫૫ હેઠળ અટક કરી ગુનો નોધવામાં આવેલ તેમજ આજરોજ તા. ૩૦/૧૨/૨૦૨૪ ના રોજ નામ. કોર્ટ ઈડર સમક્ષ રજુ કરતા નામદાર કોર્ટ ધ્વારા આરોપીઓના જામીન ના મંજુર કરેલ છે
જયંતિ પરમાર સાબરકાંઠા



