
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના બરડીપાડા થી મહાલને જોડતા નેશનલ હાઈવે 953 પર આજે બપોરે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. કચ્છથી બેંગ્લોર તરફ જઈ રહેલી પશ્ચિમ બંગાળ પાસિંગની એક પીકઅપ વાન (WB 83 2654) પલટી ખાઈ જતાં ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.ડાંગ જિલ્લાના નેશનલ હાઇવે નંબર 953 પર બરડીપાડા અને મહાલ વચ્ચે આજે બપોરે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો.કચ્છથી બેંગ્લોર તરફ જઈ રહેલી પશ્ચિમ બંગાળ પાસિંગની એક પીકઅપ ગાડી (WB 83 2654) જોખમી વળાંક પર પલટી જતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ દુર્ઘટનામાં કુલ 12 મુસાફરોમાંથી 3 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 9 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલેન્સ અને સુબીર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે આહવા અને વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ ઘટનાએ માર્ગ વિભાગ અને સ્થાનિક તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા કર્યા છે. મહાલ થી લશ્કર્યા સુધીનો આ માર્ગ અત્યંત સાંકડો અને સિંગલ હોવાને કારણે અહીં અવારનવાર જીવલેણ અકસ્માતો સર્જાય છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ હોવા છતાં આ માર્ગને પહોળો કરવામાં ડાંગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગની બેદરકારી સ્પષ્ટપણે દેખાઈ રહી છે. સ્થાનિકોની માંગ છે કે હવે વધુ કોઈ નિર્દોષનો જીવ જાય તે પહેલાં જિલ્લા તંત્ર દ્વારા આ માર્ગના વિસ્તૃતીકરણની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી…





