DAHODDAHOD CITY / TALUKOGUJARAT
દાહોદમાં BSNLના લાખોના વાયર ચોરતી ગેંગના ૩ સાગરીતો જેલના સળિયા પાછળ ધકેલાયા

તા.૧૦.૦૨.૨૦૨૬
વાત્સલ્યમ્ વાત્સલ્યમ્
અજય સાંસી દાહોદ
Dahod:
દાહોદ શહેરમાંથી BSNL ના નેટવર્કના કુલ-૧૧ પીલરોમાંથી કોપરની ધાતુના કેબલ વાયરો તથા કોપરની ધાતુના ક્રોન તથા કેબલનું ટર્મીનેશન મળી કુલ રૂ.૨,૩૮,૬૨૦/- ની થયેલ ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીઓને ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ સાથે ઝડપી પાડતી દાહોદ ટાઉન એ ડિવીઝન પોલીસ દાહોદમાં નેટવર્ક ખોરવનારા તસ્કરો ઝડપાયા, ૨ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત.BSNLના તાંબાના વાયરો પર હાથ સાફ કરતી ટોળકીને એ-ડિવિઝન પોલીસે દબોચી.૨ લાખના વાયરની ચોરી કરનાર ૩ ચોરો પોલીસ સકંજામાં.BSNL વાયર ચોર ગેંગ ક્લીન બોલ્ડ: એ-ડિવિઝન પોલીસની મોટી સફળતા મળી હતી




