કાંકરેજ તાલુકાના તાણા ખાતે શ્રી સરસ્વતી શિશુ મંદિરમાં માતૃ- પિતૃ દિવસની ઉજવણી કરવામાં આવી..
કાંકરેજ તાલુકાના તાણા ખાતે શ્રી સરસ્વતી શિશુ મંદિરમાં માતૃ- પિતૃ દિવસની ઉજવણી કરવામાં આવી..
કાંકરેજ તાલુકાના તાણા ખાતે શ્રી સરસ્વતી શિશુ મંદિરમાં માતૃ- પિતૃ દિવસની ઉજવણી કરવામાં આવી..
——————————————————————————–
વેલેન્ટાઈન્સ ડે એ આખા દેશમાં માતૃ-પિતૃ પૂજન દિવસ પણ ઊજવાય છે..શિશુ મંદિરના ગુરૂજી.
——————————————————————————–
કાંકરેજ તાલુકાના ઘેઘૂરવડના નામે પ્રખ્યાત તાણા ગામની પાવન ધરામાં આવેલ વિધા ભારતી,ગુજરાત પ્રદેશ સંલગ્ન,શ્રી માધવ સ્મૃતિ ટ્રસ્ટ,શ્રી સોન- અંશુલ ગાંધી વિધાસંકુલ, શ્રી સરસ્વતી શિશુ મંદિર પરિવાર દ્વારા ૧૪ મી ફેબ્રુઆરી ૨૦૨૫ના પાવન દિવસે ૪૫૦ થી વધુ વાલીઓની પોતાના સંતાનો દ્વારા માતૃ-પિતૃ દિવસની ઉજવણીશ્રી ઓગડ વિદ્યા મંદિરના અશોકભાઈ પઢીયાર,ખારિયા પે. કેન્દ્ર શાળાના આચાર્ય પ્રહલાદભાઈ બી.પ્રજાપતિ, કાંકરેજ સી.આર.સી.જલાભાઈ દેસાઈ સહીત ટ્રસ્ટીગણ, વ્યવસ્થાપક કમિટી,વિદ્યાલયના દીદી- ગુરૂજીઓ તેમજ સહાયક ગણની ઉપસ્થિતિમાં માતૃ-પિતૃ વંદના કરવામાં આવી હતી. જયંતિભાઈ પી.ચૌધરીના મુખે સાઉન્ડના સથવારે ગુરૂ વંદના સહિત શરણાઈઓના સુરો વચ્ચે માતૃ-પિતૃ વંદના કરાતા વાતાવરણ પ્રફુલ્લિત બની ગયું હતું.શાળાના ગુરૂજીએ માતૃ-પિતૃ દિવસનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે આજનો દિવસ એટલે કોઈનાં માટે વેલેન્ટાઈન ડે,કોઈનાં માટે બલિદાન દિવસ પરંતુ ખરા અર્થમાં ભારત ની રૂષિ પરંપરા મુજબ માતૃ પિતૃ પુજન દિવસ ગણવામાં આવે છે.વેલેન્ટાઈન ડે નાં દિવસે લોકો પોતાના પ્રેમને શોધતા હોય છે ત્યારે ખરેખર નિસ્વાર્થ પ્રેમ ની મૂર્તિ એવા માં- બાપ જ આ જમાનામાં ખરો પ્રેમ કરી શકે છે.તેમ બાળકોને માતૃ- પિતૃ પુજન નું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ત્યારે દરેક વાલીઓનું હૃદય ભરાઈ આવ્યું હતું.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦