શ્રી આઠ પરગણા પ્રજાપતિ સમુહ લગ્ન સમિતિ રાધનપુર દ્વારા યોજાનાર ૨૪ મા સમુહ લગ્નોત્સવના ૩૧ નવયુગલોને પાનેતર વિતરણ વિતરણ કરાયા.
શ્રી આઠ પરગણા પ્રજાપતિ સમુહ લગ્ન સમિતિ રાધનપુર દ્વારા યોજાનાર ૨૪ મા સમુહ લગ્નોત્સવના ૩૧ નવયુગલોને પાનેતર વિતરણ વિતરણ કરાયા.

શ્રી આઠ પરગણા પ્રજાપતિ સમુહ લગ્ન સમિતિ રાધનપુર દ્વારા યોજાનાર ૨૪ મા સમુહ લગ્નોત્સવના ૩૧ નવયુગલોને પાનેતર વિતરણ વિતરણ કરાયા.
નવાબી નગરી રાધનપુર ખાતે ભાભર હાઈવે ઉપર આવેલ પ્રજાપતિ સંકુલ રાધનપુરના પટાંગણમા શ્રીઆઠ પરગણા પ્રજાપતિ સમૂહ લગ્ન સમિતિ રાધનપુર દ્વારા આગામી સંવત ૨૦૮૨ ના મહાવદ -૪ ને ગુરૂવાર તા.૦૫/૦૨/૨૦૨૬ ના રોજ યોજાનાર ૨૪ માં સમુહ લગ્નોત્સવમા પગલાં પાડનાર ૩૧ નવ યુગલોને પાનેતર દાતા શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ બાર પરગણા સુરતના પ્રમુખ એવમ સુરત મહા નગર પાલિકા રિટાયર્ડ હેડ ક્લાર્ક મનસુખભાઈ પ્રજાપતિ વતી શ્રી આઠ પરગણા કેળવણી મંડળ રાધનપુરના પ્રમુખ રસિકભાઈ,શ્રી આઠ પરગણા પ્રજાપતિ સમુહ લગ્ન સમિતિ રાધનપુરના પ્રમુખ માધુભાઈ,મંત્રી પ્રહલાદભાઈ, વાંસા પરગણા પ્રમુખ નાનજીભાઈ, વેલજીભાઈ પ્રજાપતિ,શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ વઢીયાર યુવા સંગઠન થરા પ્રમુખ ઉમેશભાઈ, એલ.કે. પ્રજાપતિ,ડી. ડી. પ્રજાપતિ, બંધવડ,મંજીભાઈ પાટણ, ગોવિંદભાઈ સમી,શિક્ષક ભાવાભાઈ ધધાણા,અલ્કાબેન પ્રજાપતિ જરૂસા, અશોકભાઈ વારાહી,ગીતાબેન પ્રજાપતિ મહેસાણા,દશરથભાઈ વડનગર, પ્રેસ રિપોર્ટર નટવર પ્રજાપતિ થરા,પત્રકાર નાગજીભાઈ વાલપુરાના વરદ હસ્તે પાનેતર વિતરણ આજરોજ તા.૧૧/૦૧/૨૦૨૬ ને રવિવારના રોજ સવારે પ્રજાપતિ સંકુલ રાધનપુર ખાતે કરવામાં આવેલ. માધુભાઈએ શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકારી મંત્રી પ્રહલાદભાઈ પ્રજાપતિએ સમુહ લગ્નના નિયમો,કુંવરબાઈનું મામેરૂ, લગ્નના સાત ફેરાનો લાભ લેવા જેવા અનેક નિયમો સમજાવી સમુહલગ્નમા સમસ્ત ગુર્જર પ્રજાપતિના તમામ જ્ઞાતિ જનોને પધારવા આહવાન કર્યું હતું. ઉપસ્થિત મહેમાનોએ પ્રાસંગિક પ્રવચન દ્વારા જણાવ્યું હતું કે આપણાં સમજે દૂધમાં જેમસાકર ભળે તેમ એકબીજા સાથે ભળી હળી મળી સમૂહ લગ્ન પરીપૂર્ણ કરવા તથાપ્રજાપતિ સમાજ ને જ્યારે પણ એકબીજા ના મદદની જરૂર પડે ત્યારે ખભેખભા મિલાવી સાથ સહકાર આપવા જણાવ્યું હતું.આ પ્રસંગે શ્રી પ્રજાપતિ યુવા સંગઠન રાધનપુરના પ્રમુખ પિનાકીનભાઈ બંધવડ,ઉપપ્રમુખ કલ્પેશભાઈ કમાલપુર,મંત્રી વાસુભાઈ ગાંજીસર,ખજાનચી ભરતભાઈ કમાલપુર,શ્રીઆઠ પરગણા વઢિયાર ગોળ ગુર્જર પ્રજાપતિ સમાજના આગેવાનો, પ્રભુતામાં પગલાં પાડતા વરગડીયા તથા તેઓના માતા-પિતા,કાર્યકરો હાજર રહ્યા હતા.કાર્યક્રમ નું સફળ સંચાલન આચાર્ય પ્રહલાદભાઈ એ આભાર વિધિ ગૃહપતિ જગદીશભાઈ કરી હતી.બપોરે ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પાડ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530







