ARAVALLIGUJARATMODASA

અરવલ્લીમાંથી મુલોજ ગામ પાસે થી ગાંજાના 31છોડ ઝડપાયા – પોલીસનું મોટું ઓપરેશન સફળ, એક ઈસમને દબોચ્યો 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લીમાંથી મુલોજ ગામ પાસે થી ગાંજાના 31છોડ ઝડપાયા – પોલીસનું મોટું ઓપરેશન સફળ, એક ઈસમને દબોચ્યો

અરવલ્લી જિલ્લામાંથી ગેરકાયદે ગાંજાના વાવેતરનો ખુલાસો થતાં જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. ટીંટોઈ પોલીસ અને જિલ્લા SOG ટીમે સંયુક્ત કામગીરી હાથ ધરીને મુલોજ ગામ વિસ્તારમાંથી ખેતરમાં ઉગાડવામાં આવેલા ગાંજાના લીલા છોડ ઝડપ્યા હતા.મળતી માહિતી મુજબ, નાથાવાસના ખેડૂત આલમભાઈ ફુલાભાઇ રાઠોડએ પોતાના ખેતરમાં કપાસની આડમાં ગાંજાનું વાવેતર કર્યું હતું. પોલીસે ડ્રોન કેમેરાની મદદથી ખેતરની તપાસ કરી ત્યારે ગાંજાના છોડ બહાર આવ્યા. તપાસ દરમ્યાન 31 લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા, જેની કુલ કિંમત અંદાજે ₹28,200/- જેટલી થાય છે.

પોલીસે સ્થળ પરથી તમામ છોડ જપ્ત કરીને ભોગવટો કરનાર ખેડૂત આલમભાઈને ઝડપી પાડ્યો છે. હાલમાં આરોપી સામે ગુનો નોંધાયો છે અને કાનૂની કાર્યવાહી આગળ વધી રહી છે.આ ઘટના બાદ પોલીસે સ્પષ્ટ કર્યું કે જિલ્લામાં ગેરકાયદે દ્રવ્યોનું ઉત્પાદન કે વાવેતર કરનાર કોઈને પણ છોડવામાં આવશે નહીં. ડ્રોન કેમેરાની મદદથી પોલીસે વધુ ગામોમાં પણ તપાસ હાથ ધરવાની શક્યતા વ્યક્ત કરી છે.આ કાર્યવાહી બાદ આસપાસના ખેડૂતો અને ગ્રામજનોમાં પણ ચકચાર ફેલાઈ છે, કારણ કે કાયદેસર પાકની આડમાં ગેરકાયદે ખેતી કરવાનો આ બનાવ ખુલ્લેઆમ સામે આવ્યો છે.

Back to top button
error: Content is protected !!