
સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર GIDC ડેપો સામે આવેલ રોશન સોસાયટીમાં રહેતા 31 વર્ષીય સદ્દામ હુસેન સૈઈજુદ્દીન શેખ ગત રાતે તેના ઘરે હતો. તે દરમિયાન અગમ્ય કારણોસર તેણે પંખા સાથે ટીવીનો કેબલ વાયર બાંધી ગળેફાંસો લગાવી જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવ અંગેની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવી તેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. 31 વર્ષીય યુવાને આ પગલું કેમ ભર્યું તે હજી સુધી જાણવા મળી શક્યું નથી.




