AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાની કડમાળ જિલ્લા સીટની પેટાચૂંટણી માટે કુલ 44.72 ટકા જેટલુ નિરસ મતદાન થયુ..

પેટા:- ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની પેટાચૂંટણીની 1 બેઠક માટે ભાજપા, કૉંગ્રેસ અને અપક્ષ મળી ત્રિકોણીય જંગ જામ્યો.હવે મતગણતરીનાં દિવસે કયા પક્ષનો ઉમેદવાર બાજી મારશે તે સમય જ બતાવશે.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા પંચાયતની સુબીર તાલુકાની કડમાળ જિલ્લા બેઠક માટે આજરોજ મતદાન કરવામાં આવ્યુ હતુ.આ બેઠક પર ભાજપનાં ઉમેદવાર તરીકે લતાબેન લોત્યા, કોંગ્રેસના ઉમેદવાર તરીકે એલિષાબેન ચૌધરી તથા અપક્ષના ઉમેદવાર તરીકે ગીતાબેન ઝામરેએ ઉમેદવારી નોંધાવી છે.ત્યારે આ કડમાળ બેઠક પર ત્રિકોણીય જંગ જામશે એવું જણાઈ રહ્યુ છે.આ કડમાળ બેઠક પર કુલ 14,257 મતદારો નોંધાયા છે અને કુલ 22 મતદાન મથકો પર મતદાન કરવામાં આવેલ છે. તેમજ આ તમામ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો અને આ મતદાન મથક માટે 153 જેટલા કર્મચારીઓની નિમણૂક કરાઈ હતી. જોકે 14,257 મતદારો પૈકી સવારે 07:00 થી સાંજે 5:00 વાગ્યા સુધીમાં કુલ 6377 મતદારો એ જ મતદાન કરેલ છે. અર્થાત 44.72 ટકા જેટલુ નિરસ મતદાન થયુ છે.ત્યારે ભાજપના ઉમેદવાર લતાબેન લોત્યા પણ પોતાના મતદાન મથક પર પહોંચ્યા હતા અને જણાવ્યુ હતું કે, “મેં લોકોનું કામ કર્યું છે અને લોકો મને બહુમતીથી જીતાડશે એવી મને આશા છે.અને જીત્યા બાદ પણ હું લોકોના કામ કરીશ.” તેમજ આ અંગે કોંગ્રેસના ઉમેદવાર એલિશાબેન ચૌધરીએ જણાવ્યું હતુ કે,”લોકો દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે.ત્યારે લોકો મને બહુમતીથી જીતાડશે એવો મને વિશ્વાસ છે.” તેમજ ચુંટણી અંગે અપક્ષના ઉમેદવાર ગીતાબેન ઝામરેએ જણાવ્યુ હતું કે,”હું આગળથી લોકોના કામ કરતા આવી છું,અને લોકો મારા પર વિશ્વાસ રાખે છે.આગળ પણ હું એમના કામ કરીશ તેથી મને વિશ્વાસ છે લોકો મને જીતાડશે.” ત્યારે અહીં આ ત્રણેય મહિલા ઉમેદવારો દ્વારા એવું કહેવામાં આવી રહ્યુ છે કે પોતાની દાવેદારી મજબૂત હોવાથી મતદારો તેમને જીતાડશે એવો વિશ્વાસ તેમનામાં જોવા મળી રહ્યો છે. જોકે આખરે નિર્ણય શું આવશે તે તો મતદારો પર જ નિર્ભર કરે છે.અને  પરિણામો જાહેર થશે ત્યારે જ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે..

Back to top button
error: Content is protected !!