
વિજાપુર ના લાડોલ ગામે શ્રી 13 ગામ ગોળ વણકર સમાજ નો 31 મો સન્માન ઈનામી વિતરણ સમારોહ યોજાયો
સમાજના બાળકો ને ખોટા વ્યસન થી દૂર રહેવા સલાહ અપાઇ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના લાડોલ ગામ ખાતે શ્રી ગાયત્રી માતા ના મંદિર પરિસર ખાતે શ્રી 13 ગામ ગોળ વણકર સમાજનો 31મો સન્માન તેમજ ઈનામી વિતરણ નો સમારોહ યોજાયો હતો.જેમા ધોરણ 10/12 સ્નાતક અનુસ્નાતક મા ઉચ્ચ ટકાવારી મા ઉતીર્ણ થયેલા તથા સરકારી નોકરી માંથી નિવૃત્ત થયેલ તથા સરકારી નોકરી મેળવનાર, ઉધોગિક સાહસિકો તથા સિનિયર સિટીઝનો ને પ્રતિષ્ઠિત પ્રમાણ પત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતુ, આ પ્રસંગે સમાજના અગ્રણી ડો એ ટી લેઉવા એ સમાજ માં ભણતા બાળકો ને વ્યસન થી તેમજ વગર કામનો મોબાઈલ નો ઉપયોગ નહિ કરવા જણાવ્યું હતુ તેમજ વ્યસન થી મુક્ત રહેવા સલાહ આપી હતી. ભણવા ઉપર વાલી જનો એ ખાસ ધ્યાન આપવા માટે અપીલ કરી હતી. આ કાર્યક્રમ મા સમાજના અગ્રણી એમકે શાહ મેડિકલ કોલેજ ના ડીન ડો એટી લેઉવા વિઠ્ઠલ ભાઈ લેઉવા ભાનુભાઇ પરમાર ગામનાં સરપંચ નીતા બેન પટેલ સહિત મહાનુભાવો સહિત સમાજના બહેન દીકરીઓ મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહ્યા હતા.




