31 માં આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ખેડબ્રહ્મા ના સાબરકાંઠા ખાતે યોજાઇ
- સાબરકાંઠા…
સમગ્ર વિશ્વમાં 1994 થી આઠમી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ ઉજવાય છે…
31 માં આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ખેડબ્રહ્મા ખાતે યોજાઇ હતી…
સાબરકાંઠાના ખેડબ્રહ્મા ની આરડેક્તા ઇન્સ્ટિટયૂટમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી. ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં 1000 કરોડથી વધારીની કિંમતના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરાયા હતા. મુખ્યપ્રધાને આદિવાસીઓના જન્મ કલ્યાણ અને ઉત્કર્ષ માટેની વિવિધ યોજનાઓ રજૂ કરી અંદાજે 1000 કરોડથી વધારે ના ખાતમુહર્ત તેમજ લોકાર્પણ કર્યા હતા. પૂર્વની સરકારો દ્વારા આદિવાસી ને તેના હકથી દૂર રાખવાની રજૂઆત કરાઈ હતી આ તબક્કે બોલતા રાજ્ય આદિવાસી મંત્રી કુબેર ડીંડોરે જણાવ્યું હતું કે આજે સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસથી ઉજવણી થઈ રહી છે. ગુજરાતમાં રાજ્ય કક્ષાની ઉજવણી આરર્ડેક્તા ઇન્સ્ટિટ્યૂટ ખેડબ્રહ્મા ખાતે યોજાઈ છે ગુજરાતના મુખ્યપ્રધાનના હસ્તે 1000 કરોડની યોજનાઓના લોકાર્પણ તેમજ ખાતમુહર્ત કરાયા છે સાથે સાથે 20 હાજરથી વધારે લાભાર્થીઓને સીધો લાભ આપવાનો પ્રયાસ કરાયો છે. જોકે પૂર્વની સરકારો દ્વારા આદિવાસી ને તેના હકથી દૂર રાખવાનો પ્રયત્ન કરાયો હતો તેની જગ્યાએ આજે તેના હક પત્રો આપવાનું આયોજન હાથ ધરાયું છે જે સમગ્ર આદિવાસી સમાજ માટે ગૌરવ રૂપ બાબત છે.
વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં રાજ્ય સરકાર મંત્રી કુબેર ડીંડોર દ્વારા દાતા ખાતેની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી શિક્ષિકા છેલ્લા કેટલાક વર્ષોથી વિદેશમાં રહી શિક્ષકની ફરજ અદા કરતા આક્ષેપો વરચે જણાવ્યું હતું કે નીતિ નિયમો અનુસાર કરવાની થતી કાર્યવાહી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે તેમજ શિક્ષિકા ની તપાસ કર્યા બાદ અત્યાર સુધીમાં શિક્ષિકાઓને ચૂકવવામાં આવેલ પગાર ધોરણ વસૂલ કરવામાં આવશે. જોકે છેલ્લા કેટલાક દિવસોથી બનાસકાંઠાના દાતા ખાતે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી શિક્ષિકા પોતે વિદેશમાં રહી દાતાની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે તેની વચ્ચે શિક્ષણ મંત્રી નું નિવેદન પણ ખૂબ મહત્વપૂર્ણ બની રહ્યું છે…
ખેડબ્રહ્મા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રૂપે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઇડર પાંજરાપોળ સંસ્થા ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેઓએ પાંજરાપોળ સંસ્થા દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાના નામે ઊભી કરવામાં આવેલી હીરાબા વાટિકા ની મુલાકાત લીધી હતી. સંસ્થા દ્વારા હીરાબા વાટિકામાં 7 હજાર કરતા પણ વધુ સરગવાના રોપાયા છે. જે સરગવા કૃપોષિત બાળકો સહિત આયુર્વેદિક દવા માં પણ ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે સંસ્થા દ્વારા કરવામાં આવેલું સરગવાનું વાવેતર આવનાર દિવસોમાં સ્થાનિકો સહિત આસપાસના સ્થાનિકો સહિત આસપાસના જરૂરિયાત મંદ લોકો માટે ફાયદા રૂપ સાબિત થશે….
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાબરકાંઠા ની મુલાકાતે હતા તે દરમિયાન તેઓએ દેશની પ્રથમ બાળ ગોપાલ બચત બેંકની ઈડર ખાતે મુલાકાત લીધી હતી. દેશની પ્રથમ બાળ ગોપાલ બચત બેંકમાં 21 હજાર બાળકો સભાસદ છે. જેમાં 21 હજાર બાળકોએ અત્યાર સુધીમાં 22 કરોડ જેટલી રકમની બચત કરી દેશની પ્રથમ બાળ ગોપાલ બચત બેંક સાથે જોડાયા છે. બાળ ગોપાળ બચત બેંક દ્વારા બાળકોમાં નાનપણથી બચતના સંસ્કાર આવે અને નાનપણથી બાળકો પોતાની બચત કરી શકે તે ઉદ્દેશ સાથે બાળકોને બચત પેટી આપતાં હોઈ છે જે પેટીમાં બાળકો દ્રારા કરવામાં આવેલી બચતની રકમ દર મહિને બેંકના સ્ટાફ દ્વારા લેવામાં આવતી હોય છે. દેશની સંસદમાં પણ કેન્દ્ર મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા બાળ ગોપાલ બચત બેંકની માહિતી આપવામાં આવી ચૂકી છે. રાજ્ય નાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બાળ ગોપાલ બચત ની મુલાકાત લઈ બેંકના સંસ્થાપક અશ્વિન પટેલ સાથે મુલાકાત કરી સ્ટાફ સાથે માહીતી એકત્રિત કરી હતી…
જયંતિ પરમાર સાબરકાંઠા