BHUJKUTCH

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના 61મા જન્મદિવસે અદાણી ફાઉન્ડેશન દ્વારા રક્તદાન અભિયાન.

2૭-જૂન.

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

રાષ્ટ્રીય સ્તરે 20,621 યુનીટ રક્તદાન કરવામાં આવ્યું

ભુજ કચ્છ :- 2023: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ આદાણીના 61મા જન્મદિવસે અદાણી ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રીય સ્તરે રક્તદાન અભિયાન યોજવામાં આવ્યું હતું. આ ઉમદાકાર્યમાં 20,621 યુનીટ એટલે કે અંદાજે 8,200 લીટર રક્તદાન કરવામાં આવ્યું. અદાણી જૂથના કર્મચારીઓએ આ રક્તદાન અભિયાનમાં અભૂતપૂર્વ સહયોગ આપ્યો હતો. એકત્રિત રક્તદાનથી લગભગ 61,000 જીવન બચાવવામાં મદદ મળશે.અદાણી દિવસ (24 જૂન) ના રોજ 22 થી વધુ રાજ્યોમાં 250 થી વધુ સ્થળોએ આયોજીત રક્તદાન અભિયાનમાં 3000 થી વધુ કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક યોગદાન આપ્યું હતું. દેશમાં રક્તની પૂર્તિ માટે આ અભિયાનથી મોટો ફાયદો થશે. વળી તેનાથી અદાણી ફાઉન્ડેશનના સ્વાસ્થ્ય સેવાઓનો સંકલ્પ વધુ મજબૂત બન્યો છે. ગતવર્ષના 14,657 યુનિટ રેકોર્ડને બ્રેક કરતાં આ વર્ષે વધુ રક્તદાન કરવામાં આવ્યું છે.અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિ અદાણીએ રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “હું કર્મચારીઓના અદભૂત સમર્થન માટે આભારી છું. આપનું રક્તદાન આપણી સંવેદનશીલતાને પ્રદર્શિત કરે છે. એટલું જ નહીં, તે લોકોમાં સકારાત્મકતા મજબૂત કરવામાં મદદરૂપ થશે. અદાણીના પ્રત્યેક કર્મચારીના સામાજીક સમર્પણની ભાવનાની હું સરાહના કરું છું”.અદાણી ફાઉન્ડેશન સમાજીક પડકારોના સમાધાન માટે અને સતત વિકાસમાં યોગદાન માટે હંમેશા સમર્પિત રહે છે. રક્તદાન જેવા ઉમદા પ્રયોસોથી ફાઉન્ડેશન લોકોના જીવનમાં અર્થપૂર્ણ બદલાવ લાવવા તેમજ સમાજમાં સકારાત્મકતા લાવવાનો ધ્યેય રાખે છે.

અદાણી ફાઉન્ડેશન વિશે :- અદાણી ફાઉન્ડેશન ગ્રામીણ અને શહેરી સમુદાયોના સમાવેશી અને ટકાઉ વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપે છે. 1996 થી ફાઉન્ડેશન શિક્ષણ, આરોગ્ય, ટકાઉ આજીવિકા, કૌશલ્ય વિકાસ અને સામુદાયિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના મુખ્ય ક્ષેત્રોમાં કાર્યરત છે. રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ અને વૈશ્વિક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) પર આધારિત તેની વ્યૂહરચનાઓ સાથે ફાઉન્ડેશન તેના નવીન અભિગમ અને ટકાઉપણા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે જાણીતું છે. હાલમાં તે 19 રાજ્યોમાં 5,675 ગામડાઓમાં કાર્યરત છે, જે 76 લાખ લોકોને સ્પર્શે છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!