શ્રી સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઈસ્કૂલ, નિરોણામાં બોર્ડ પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓને મીઠું મોઢુ કરાવી શુભકામનાઓ પાઠવાઇ.

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા ,તા-૨૭ ફેબ્રુઆરી : SSC-HSC બોર્ડ પરીક્ષાના પ્રથમ દિવસે શ્રી સારસ્વતમ્ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ, નિરોણા ખાતે પરીક્ષાર્થીઓ માટે બોર્ડ પરીક્ષા શુભેચ્છાઓનુ વિશેષ આયોજન કરવામાં આવેલ હતું. શાળાના આચાર્યશ્રી અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરી, મીઠું મોઢું કરાવી, ટ્રાન્સપરન્ટ પેડ, પાઉચ, કલમ અને ચોકલેટ આપી પ્રસન્નતા યુક્ત માહોલમાં શુભકામનાઓ પાઠવવામાં આવેલ હતી.વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કીટ અને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં વરિષ્ઠ શિક્ષક બાબુભાઈ પરમાર, અલ્પેશભાઈ જાની તથા શિવ શક્તિ ટ્રાવેલ્સના મયુરભાઈ ઓઝાનો સહયોગ સાપડ્યો હતો.આ બોર્ડ પરીક્ષા શુભેચ્છા કાર્યક્રમમાં શાળાના આચાર્ય ડૉ. વી.એમ. ચૌધરી સાહેબ સહિત શિક્ષકો બાબુભાઈ પરમાર, અલ્પેશભાઈ જાની, આશાબેન પટેલ, કિશનભાઈ પટેલ, રમેશભાઈ ડાભી, ભૂમિબેન વોરા અને અલ્પાબેન ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્યશ્રી તેમજ શિક્ષકોએ તમામ પરીક્ષાર્થીઓને ઉત્તમ પરીક્ષા અને શ્રેષ્ઠ પરિણામ માટે શુભેચ્છાઓ પાઠવેલ હતી.




				


