Rajkot: રાજકોટમાં ટીબીના દર્દીઓને કરાયું પોષણકીટનું વિતરણ

તા.૨૪/૬/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના ટીબી મુક્ત ભારત અભિયાનને સાકાર કરવાના હેતુથી ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓને દર મહિને દાતાશ્રીઓ દ્વારા પોષણ કીટ આપવામાં આવે છે. જે અંતર્ગત રાજકોટમાં ટીબીના જરૂરિયાતમંદ ૨૧ દર્દીઓને પોષણ આહાર કિટ વિતરણનો કાર્યક્રમ જિલ્લા ક્ષય કેન્દ્ર, રાજકોટ ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં સ્નેહ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દર્દીઓને પોષણકીટ આપવામાં આવી હતી.
રાજકોટ ટીબી સેન્ટરના જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડૉ. ઘનશ્યામ મહેતાના માર્ગદર્શનમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજની કીટ દાતાશ્રીઓ તૃપ્તિબેન ચોકસી, પ્રીતિબેન અને સકુબેન તરફથી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સ્નેહ ફાઉન્ડેશનના અનીતાબેન અને ભરતભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ડૉ. લક્કડ તથા ડૉ વાછાણીએ બધા જ દર્દીઓને નિયમિત સારવાર લેવા માટે સમજાવ્યા હતા.
				




