AHAVADANGGUJARAT

સુબીર તાલુકાના ઝરણમા યોજાયેલા ‘સેવા સેતુ’ના કાર્યક્રમમાં ૩,૮૭૯ અરજીઓનો હકારાત્મક નિકાલ કરાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તથા વહીવટમા કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા અને જવાબદારીપણાની બાબત રાજ્ય સરકાર માટે હાર્દ સમાન છે. જેને ધ્યાને લઈ પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણ નજીકના સ્થળે તે જ દિવસે ઉકેલાઈ શકે તેવા ઉમદા હેતુને ધ્યાને લઈ, ગત તારીખ ૧૭મી સપ્ટેમ્બરથી રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામા પણ સેવા સેતુના દસમ તબક્કાના શ્રેણીબદ્ધ કાર્યક્રમોનો પ્રાંરભ કરવામા આવ્યો છે.

જે મુજબ તારીખ ૨૫મી ઓક્ટોબરના રોજ સુબીર  તાલુકાના ઝરણમાં ‘સેવા સેતુ’નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્ય સરકારના જુદા જુદા ૧૩ વિભાગોની, ૫૫થી વધુ યોજનાઓનો ઘર આંગણે જ લાભ પુરો પાડવામા આવ્યો હતો. આ કાર્યક્રમમાં સુબીર વિસ્તાર નજીકના કુલ ૧૯ ગામના ગ્રામજનોએ ભાગ લીધો હતો. અહિ મળેલ કુલ ૩,૮૭૯ અરજીઓનો ૧૦૦ ટકા હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં શિંગણા ગામના સરપંચ શ્રીમતી સુજાતાબેન પ્રવીણભાઈ પવાર, સુબીર તાલુકા સદસ્ય શ્રીમતી સુમિત્રાબેન હિલિમ સહિત સુબીર તાલુકા સેવા સદનના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

Back to top button
error: Content is protected !!