ઉનાના નેસડા ગામે ટ્રક માંથી તેમજ વાવરડા નદી પાસેથી વિદેશી દારૂની 392 પેટીઓ 4110 બોટલો તથા 1008 બીયર ટીન સહિત કુલ કી.રૂ.21,90 લાખથી વધુના મુદામાલ સાથે બે શખ્સોને એલ.સી.બી.એ ઝડપી લીધા..

વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
તા.૧૫
ઉનાના નેસડા ગામે ટ્રક માંથી તેમજ વાવરડા નદી પાસેથી વિદેશી દારૂની 392 પેટીઓ 4110 બોટલો તથા 1008 બીયર ટીન સહિત કુલ કી.રૂ.21,90 લાખથી વધુના મુદામાલ સાથે બે શખ્સોને એલ.સી.બી.એ ઝડપી લીધા..
ઉના તાલુકાના નેસડા ગામે ટ્રક માંથી તેમજ વાવરડાની નદી કિનારેથી બન્ને અલગ અલગ જગ્યાએ જિલ્લાના એલ સી બી ટીમે બાતમી આધારે રેઇડ કરતા વિદેશી દારૂની કુલ 392 પેટીઓનો તેમજ બીયરના ટીમનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં બે શખ્સોને કુલ કી.રૂ.21,90 લાખથી વધુના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા. જયારે છ શખ્સો હાજર મળી આવેલ નથી. આમ પોલીસે કુલ 8 શખ્સો સામે ફરીયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ, પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન.જાડેજા, ગીર સોમનાથ જીલ્લામાં પ્રોહીબીશન ,જુગારધારાના કાયદાની કડક અમલવારી કરી દારૂ, જુગારની બદી નેસ્તનાબુદ કરવા સૂચના કરેલ હોય જે અનુસંધાને એલ.સી.બી.ના ઇ.ચા. પીઆઇ એ.બી.જાડેજાના માર્ગદર્શન મુજબ પી એસ આઇ એ.સી.સિંધવ તથા ટીમના માણસો કોમ્બિંગ નાઇટ રાઉન્ડ સબબ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એ.એસ.આઇ. સુભાષભાઇ ચાવડા, પ્રવિણભાઇ મોરી, રાજુભાઇ ગઢીયાને સંયુકત રીતે બાતમી આધારે રેઇડ કરી હતી..
ઉના તાલુકાના નેસડા ગામની ગૌચરણની સીમ શીતળા માતાજીના મંદીર પાસે તરફ જતા રોડ પાસે એક ટાટા કંપનીનો મીની ટ્રક તાલપત્રી બાંધેલ પડેલ હતો. જેમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ હોય જે હેરાફેરી કરવાની ફીરાકમાં હોય જેથી એલ સી બી ટીમે ત્યાં જઈ રેઇડ કરી હતી. અને આ ટ્રકમાં તાલપત્રી ખોલી જોતા દારૂની પેટીઓનો જથ્થો મળી આવેલ તેમજ વાવરડા નદી કિનારેથી આમ અલગ અલગ બે જગ્યા એથી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો.
ટ્રકમાં દારૂના જથ્થા સાથે આરોપીઓ જસુ દડુભાઇ ગોહીલ, રહે.સનખડા, માન ભીખુ ઉર્ફે ભખાભાઇ ભાલીયા રહે. વાવરડા શાહી નદીના કાંઠે, બે શખ્સો ઝડપાયા હતા. જયારે સતુ કાળુભાઇ ગોહીલ, જયેશ ઉર્ફે જયદીપભાઈ જીતુભાઈ ગોહીલ, ચેતન જીતુભાઇ ગોહીલ, નિરવસીંહ વીસાભાઈ ગોહીલ, જયેશ ઉર્ફે નાગણી લખમણભાઇ વાઘેલા રહે.સનખડા, ભગુ જોધુભાઇ રહે.સનખડા આ તમામ હાજર નહિ મળી આવતા પોલીસે બે શખ્સો સહીત કુલ 8 સામે ગૂન્હો નોધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
– નેસડા એલ.સી.બી. ટીમે ટ્રક માંથી તેમજ વાવરડા ગામેથી કી.રૂ.21,90,800નો મુદામાલ કબ્જે કર્યો.
ઉનાના ગામે રેઇડ દરમ્યાન એલ.સી.બી.ટીમે ટ્રક માંથી કી.રૂ.21,90,800 નો મુદામાલ કબ્જે કર્યો. જેમાં વિદેશી દારૂની કુલ પેટીઓ નંગ-392 જેમાં બોટલો નંગ-4110તથા બીયર ટીન નંગ-1008 દારૂની કી.રૂ.17,80,800, ટાટા કંપનીનો LPT 909 ઓપન બોડી ટ્રક રજી.નં.GJ-01-CU-3867 મોબાઇલ ફોન 2 સહિત કુલ કી.રૂ.21,90,800નો મુદામાલ કબ્જે કરી 8 શખ્સો વિરુધ ફરીયાદ નોંધી તમામને પકડી પાડવા પોલીસે ચક્રોગતીમાન કરી આગળની તપાસ હાથ ધરી છે.





