MEHSANAVIJAPUR

વિજાપુર હિંમતનગર હાઇવે રોડ ઉપર થી એસ.એમ. સી. વિજિલન્સ પોલીસે વિદેશી દારૂ રૂપિયા કુલ મુદ્દામાલ ૧૧,૦૩,૦૦૪ ના મુદ્દામાલ સાથે બે ઈસમો ને ઝડપી લીધા

વિજાપુર હિંમતનગર હાઇવે રોડ ઉપર થી એસ.એમ. સી. વિજિલન્સ પોલીસે વિદેશી દારૂ રૂપિયા કુલ મુદ્દામાલ ૧૧,૦૩,૦૦૪ ના મુદ્દામાલ સાથે બે ઈસમો ને ઝડપી લીધા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર હિંમતનગર હાઇવે રોડ ઉપર એસ.એમ.સી. વિજિલન્સ ગાંધીનગર પોલીસે હિંમતનગર તરફ થી વિજાપુર થઈ અમદાવાદ તરફ જતી ટાટા હેરીયર કાર મા વિદેશી દારૂ આવી રહ્યુ છે તેવી મળેલી બાતમી ના આધારે હાઇવે રોડ ઉપર વોચ ગોઠવી શંકાસ્પદ રીતે આવી રહેલી ટાટા હેરિયર કાર ચેસિસ નંબર એમ.એ.ટી ૬૩૧૫૭૩ એમ.પી.ઇ ૬૫૯૮૮& એન્જિન નંબર ૪૬૩૫૩૮૮૫૪૧૧૧૫૫૯ જેનો નંબર જીજે ૨૭ ઇબી ૨૫૪૮ ને રોકીને પૂછતાછ કરતાં બે ઈસમો મહિપાલ પાચા રામ બિશનોઇ ગામ નેત્રા બાવડી જોધપુર રાજસ્થાન અને બીજા નુ નામ મહેન્દ્ર સુરેશજી પ્રજાપતિ હોવાનું જણાવ્યું હતું. કાર ની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ ની કુલ બોટલો ૨૨૩૨ કુલ રૂપિયા ૩,૮૩૦૦૪/- નો મુદ્દામાલ મળી આવ્યો હતો. એસ.એમ. સી પોલીસે ટાટા હેરિયર કાર અને બંને ઈસમો ને સ્થાનીક પોલીસ મથકે લાવી વિદેશી દારૂ નો જથ્થો કાર મોબાઈલ સહિત કુલ રૂપિયા ૧૧,૦૩,૦૦૪/- નો મુદ્દામાલ જપ્ત કરી છ ઈસમો સામે ગુનો નોંધાયો હતો માલ મોકલનાર સકાજી ડાંગી રહે ઉદેપુર રાજસ્થાન તેમજ સકાજી ડાંગી નો મુનીમ ભાનું પ્રતાપ જાટ રહે બિકાનેર રાજસ્થાન તેમજ માલ મંગાવનાર કારા ભાઈ અમદાવાદ તેમજ પકડાયેલ કાર ના માલિક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે પકડાયેલ કાર ચાલક મહિપાલ બિષનોઇ અને મહેન્દ્ર પ્રજાપતિ રાજસ્થાન વાળા સામે ફરીયાદ નોધી સ્થાનીક પોલીસ મથકે શોપી કાયદેરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!