BANASKANTHAGUJARATPALANPUR

3 ડીસેમ્બર એટલે વિશ્વ વિકલાંગ દિવસ. તે અનુસંધાને આજે મમતામંદિરનાં તમામ પ્રકારના દિવ્યાંગ બાળકો દ્વારા જન જાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું

4 ડિસેમ્બર જીતેશ જોષી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા

પાલનપુર નાં લોકલાડીલા ધારા સભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર અને વિદ્યામંદિર ટ્રસ્ટનાં કાર્યકારી નિયામકશ્રી મહેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ રેલીમાં કુલ ૩૮૩ દિવ્યાંગ બાળકો અને ૧૧૭ તાલીમાર્થીઓ અને સ્ટાફ આમ કુલ મળીને ૫૦૦ વ્યક્તિઓએ રેલીમાં ભાગ લીધો હતો. આ રેલી પાલનપુરના વિવિધ માર્ગો ઉપર ફરીને દિવ્યાંગો પ્રત્યે જાગૃતિ લાવવા અને દિવ્યાંગ વિદ્યાર્થીઓની પ્રવૃતિઓથી તથા તેઓને મળતા લાભોથી વાકેફ થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો રેલીનુ સફળ આયોજન ડૉ.અતિનભાઈ જોષી આસિસ્ટન્ટ ડિરેક્ટર મમતામંદિરના માર્ગદર્શન હેઠળ મમતામંદિરના આચાર્યશ્રીઓ અને તમામ સ્ટફના સહયોગથી કરવામા આવ્યુ હતુ રેલીને સફળ બનાવવા કંથેરિયા હનુમાન મંદિર તરફથી અને આદરણીય પ્રતિમાબેન મોદી તરફથી સારો સહયોગ પ્રાપ્ત થયો હતો

Back to top button
error: Content is protected !!