DAHODGUJARAT

દાહોદ જીલ્લાના તમામ ગામમાં 8 ડિસેમ્બર થી રક્તપિતના દર્દીઓ શોધવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરાશે

તા.૦૬.૧૨.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જીલ્લાના તમામ ગામમાં 8 ડિસેમ્બર થી રક્તપિતના દર્દીઓ શોધવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરાશે

દાહોદ જીલ્લાની 26, 52, 721વસ્તીમાં રક્તપિતના દર્દીઓ શોધવા 2, 272 ટીમો ઘરે-ઘરે જઈને તબીબી તપાસ કરશે.દાહોદ જીલ્લામાં તા 08.12.2025 થી 27.12.2025 સુધી લેપ્રસી કેશ ડીટેકશન કેમ્પૈઇન યોજાશે. દરેક જગ્યાએ માઇક દવારા પ્રચાર પ્રસાર કરવામાં આવશે. આ ઝુંબેશમાં આશા વર્કર અને હેલ્થ વર્કરની ટીમ ઘરે ઘરે જઈને રક્તપિત અંગે સમજ આપી તમામ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવશે. આ દરમ્યાન શોધાયેલ દર્દીને સારવાર પર મુકવામાં આવશે.રક્તપિતની બીમારીના લક્ષણો અને વિકૃતિઓ રક્તપિત્તની બિમારીના લક્ષણોમાં ચામડી પર આછું ઝાંખું ચાઠું, રતાશ પડતું ડાઘ અથવા સંવેદના વગરની જગ્યા હોય તો સાવધાન! એ રક્તપિત્તનાં લક્ષણો હોઈ શકે છે.પણ ચિંતા ન કરો…એકદમ અસરકારક એમ.ડી.ટી. સારવાર થી રક્તપિત્ત કોઈપણ તબક્કે સંપૂર્ણ મટી શકે છે! અને સૌથી ખાસ… આ સારવાર તમારા નજીકના સરકારી દવાખાનામાં બિલકુલ મફત ઉપલબ્ધ છે. જો રક્તપિતનો છૂપો દર્દી જો શોધાય જાય તો ચેપ ફેલાતો અટકાવી શકાય તેમજ દર્દીને કોઈપણ જાતની વિકૃતિ વગર સાજો કરી શકાય છે.દાહોદ જિલ્લો… રક્તપિત્ત નાબૂદી તરફ દૃઢ પગલું ભરી રહ્યો છે. જેમાં તમામ દાહોદ વાસીઓનો સહકાર જરૂરી છે. તમારા ઘરે આવતાં આશાબહેન અને હેલ્થ વર્કરને સાચી માહિતી આપો. તમારા પરિવારનાં સ્વાસ્થ્ય માટે આગળ આવો… અને રક્તપિત્ત મુક્ત દાહોદ બનાવવા સહભાગી બનો

Back to top button
error: Content is protected !!