વિશ્વ યોગ દિવસે શ્રેષ્ઠ કાર્ય માટે વલસાડ જિલ્લા યોગ કો- ઓર્ડિનેટર નિલેશ કોસીયાનું સન્માન કરાયું

જિલ્લામાં ૩૨૫ થી વધુ યોગની શિબિરોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું
—
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૧ જુલાઈ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી શીશપાલજી રાજપુત અને ખાસ ફરજ પરના અધિકારી શ્રી વેદીની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં એકતા નગર ખાતે સહકાર ભવનમાં યોગ કો- ઓર્ડિનેટર અભિવાદન સમારંભ યોજાયો હતો.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વલસાડ જિલ્લામાં ૧૦૦ ડે કાઉન્ટ ડાઉન અંતર્ગત યોજાયેલી ૮૦ થી વધુ કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ શિબિર તેમજ ૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસે જિલ્લામાં ૨૪૫ કોમન યોગ પ્રોટોકોલ શિબિરનું સફળ આયોજન કરવા બદલ વલસાડ જિલ્લા યોગ કો-ઓર્ડિનેટર નિલેશ કોસીયાને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર વલસાડ જિલ્લામાં કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ શિબિરનું આયોજન સાઉથ ઝોન કો- ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડેના નિર્દેશથી યોગ કો- ઓર્ડિનેટર નિલેશ કોશિયાના માર્ગદર્શન હેઠળ વાપી તાલુકાના યોગ કોચ શીતલબેન ત્રિગોત્રા, પ્રીતિબેન વૈષ્ણવ, માયાબેન ઘોદગે, ગોપાલભાઈ મહેતા, વલસાડ તાલુકાના યોગ કોચ ધનસુખભાઈ પટેલ, દક્ષાબેન રાઠોડ, ધરમપુર તાલુકાના યોગ કોચ અશ્વિનભાઈ બસ્તા, શિવમભાઈ ગુપ્તા, પારડી તાલુકાના યોગ કોચ સંદીપભાઈ દેસાઈ, મનિષાબેન ઠાકોર, જાગૃતિબેન દેસાઈ, ઉમરગામ તાલુકાના યોગ કોચ વિપુલભાઈ ભંડારી દ્વારા ૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ૨૪૫ થી વધુ કોમન યોગ પ્રોટોકોલ શિબિરનું આયોજન કરાયું હતું અને ૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ તૈયારીના ભાગરૂપે 80 થી વધુ કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કો- ઓર્ડિનેટર નિલેશ કોશિયાને સન્માનિત કરાતા વલસાડ જિલ્લા યોગ કોચ, યોગ ટ્રેનર અને યોગ સાધકોમાં ખુશીની લહેર પ્રસરી હતી.



