GUJARATHALOLPANCHMAHAL
હાલોલ:સનફાર્મા દ્વારા તરખંડા ગામે નવનિર્મિત બે ઓરડાનું ઉદ્ઘાટન હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારના હસ્તે કરાયું
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૭.૭.૨૦૨૪
શ્રી નારાયણ હાઇસ્કુલ તરખંડામાં બાળકોની સુવિધા માટે સનફાર્મા હાલોલ દ્વારા સીએસઆર વિભાગ અંતર્ગત બે નવીન ઓરડા બનાવવામાં આવ્યા છે.જેનું આજે તા. 27 જુલાઈ શનિવારના રોજ હાલોલના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી જયદ્રથસિંહજી પરમારના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ઉપરાંત શાળાના ઓરડામાં જરૂરી ફર્નિચર,બેન્ચ, ટેબલ,ગ્રીનબોર્ડ,ખુરશી વગેરે પણ સનફાર્મા દ્વારા આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે સનફાર્માના સીએસઆર વિભાગમાંથી પ્રતિકભાઈ પંડ્યા તથા તાલુકા પંચાયત પ્રમુખ,કેળવણી મંડળના સદસ્યો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.