મહીસાગર જિલ્લામાં ચાંદીપુરમ ના શંકાસ્પદ ૪ કેસો જોવા મળ્યા, જેમાં એક બાળકીનું મોત નીપજ્યું
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ભાદ્રોડ ગામે ફરી જોવા મળ્યો એક ચાંદીપુરમ નો શંકાસ્પદ

રીપોર્ટ…
અમીન કોઠારી મહીસાગર
મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ભાદરોડ ગામે ફરી જોવા મળ્યો એક ચાંદીપુરમ નો શંકાસ્પદ કેસ….
બાળકને સારવાર અર્થે લુણાવાડા ની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો…
મહીસાગર જિલ્લામાં ચાંદીપુરમના શંકાસ્પદ ચાર કેસો…. જૉવા મળ્યા..
જેમાં એક બાળકીનું મોત નીપજ્યું.
સમગ્ર ગુજરાતમાં ફેલાયેલા ચાંદીપુરમ વાયરસ ના કહેશે ફરીથી મહીસાગરમાં દેખા દીધી છે અને તેને પહોંચી વળવા માટે મહીસાગર જિલ્લાનું વહીવટી તંત્ર કામે લાગ્યું છે.
મહીસાગર જિલ્લાના ગામડાઓમાં ચાંદીપુરમ વાયરસ ઝડપથી ફેલાયના અને તેનો ભોગ નાના બાળકો ભૂલકાઓ ના બને અને તેઓ મોતના મુખમાં નક્કી લાઈ ન જાય તેને બચાવવા માટેની સમગ્ર કામગીરી કરવા માટે સમગ્ર મહીસાગર જિલ્લાનું વહીવટી તંત્ર કામે લાગી ગયું છે જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી એ મહીસાગર જિલ્લાના શિક્ષકોથી માંડીને આંગણવાડી કેનાગર બેહનો અને તમામને કામે લગાડ્યા છે અને છેવાળા ના ગામડા સુધી જઈ અને જ્યાં જ્યાં આ વાયરસના ચિન્હો દેખાય તો તેમને તેમના નજીકના આરોગ્ય વિભાગને તેમજ જિલ્લા વિભાગને જાણ કરવા માટેની તાકીદ પણ કરવામાં આવી છે.
મહીસાગર જિલ્લા વિકાસ અધિકારીએ ચાંદીપુરા વાયરલ એનકેફેલાઇટીસ રોગનો ફેલાવો અટકાવવા માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો…
બોક્સ…1
જિલ્લા આરોગ્ય અધિકારી મહીસાગર
મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચાંદીપુરા વાયરલ એનકેફેલાઇટીસ રોગનો ફેલાવો અટકાવવા માટે અગમચેતીના ભાગરૂપે આંગણવાડીઓ અને પ્રાથમિક શાળાઓમાં તેમજ જીલ્લામાં કાચા મકાનોની સઘન સર્વેલન્સની કામગીરી હાથ ધરી છે. આ અંગે જિલ્લા વિકાસ અધિકારીએ હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે તેમજ હાઇગ્રેડ તાવ, ઉલ્ટી ઝાડા, માથાનો દુખાવો, અને ખેંચ આવવી એવા લક્ષણો જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જણાવ્યું છે.
બોક્સ…2
જિલ્લા વિકાસ અધિકારી મહીસાગર
તાજેતરમાં ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં શંકાસ્પદ ચાંદીપુરા રોગના લક્ષણો ધરાવતા હોય એવા કેસો જોવા મળેલા છે જેમાં મહીસાગર જિલ્લામાં પણ શંકાસ્પદ ચાંદીપુરા રોગના લક્ષણો ધરાવતા એક બાળકનું અવસાન થયેલું છે, જે હજુ કન્ફર્મ હોવાનો રિપોર્ટ આવેલો નથી પરંતુ અગમચેતી અને સાવચેતીના પગલાં તરીકે સમગ્ર મહીસાગર જિલ્લામાં આરોગ્યની ટીમ દ્વારા અસરકારક કાર્યવાહી ડસ્ટિંગ ઉપરાંત જિલ્લામાં કાચા મકાનો છે એમાં કામગીરી કરવામાં આવી રહી છે આ રોગમાં મુખ્ય લક્ષણોમાં 14 વર્ષ સુધીના બાળકોને હાઇગ્રેડ તાવ, ઉલ્ટી ઝાડા, માથાનો દુખાવો, અને ખેંચ આવવી એવા લક્ષણો જોવા મળતા હોય છે તો જો કોઈ આવા લક્ષણોવાળા બાળકો મળે તો તાત્કાલિક એ બાળકોને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર પહોંચાડવા માટે જિલ્લા તમામ નાગરિકોને મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલેએ અપીલ કરી છે વધુમાં તેમણે જણાવ્યું છે કે જિલ્લાના તમામ આંગણવાડી કાર્યકરો આવતીકાલે જ પોતાના વિસ્તારના જે નાના બાળકો છે એમાંથી તાવ અને ઝાડા ના લક્ષણો ધરાવતા બાળકોને શોધે અને સાથે સાથે તમામ પ્રાથમિક શાળાના જે શિક્ષકો છે એ પણ કોઈ તાવ અને ઝાડા ના લક્ષણો ધરાવતા બાળકો જો મળી આવે તો એમના નામ ડિસ્ટ્રિક્ટની જે હેલ્પલાઇન નંબર છે 99257 85955 ઉપર આવા બાળકોનું પૂરું નામ મોબાઈલ નંબર, ગામનું નામ લખીને મોકલાવે કે જેથી આવા બાળકોને જિલ્લા તંત્ર ટ્રેસ કરીને એને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઈને ડીસ્ટ્રીકટ હોસ્પિટલ સુધી પહોંચાડીને સંવેદનશીલતા સાથે કામગીરી કરી તેમની વધુ સારી રીતે આરોગ્ય તપાસ થાય જરૂરી રિપોર્ટ પણ થઈ જાય અને તેમના આરોગ્યની સારી કાળજી લઈ શકાય






