નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા બાકી વેરાદારો પર કડક કાર્યવાહી ; ૪૧ રેસીડેન્સી મિલકતો સીલ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા બાકી વેરાની વસૂલાત માટે ચાલુ અભિયાન અંતર્ગત છેલ્લા કાર્યવાહીના ભાગરૂપે ઇટાળવા સ્થિત અવધ રેસિડેન્સીમાં ફડફડાટ ૪૧ રહેણાક મિલકત ને પેપર નોટિસ સીલ કરાયા છે .સાથે ૨૪ કલાકનું અલ્ટિમેટમ પણ આપી દેવામાં આવ્યું છે. અગાઉથી વારંવાર નોટિસ આપવામાં આવ્યા બાદ પણ મિલકતધારકો દ્વારા બાકી વેરાની રકમ જમા ન કરાતા કાયદેસરની પ્રક્રિયા અનુસરી હવે રહેણાક મિલકતોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના દરમિયાન આજ રોજ અમુક રહેણાક મિલકત માલિકોએ સ્થળ પર વેરા ચુકવણી કરવામાં આવી હતી જે મુજબ અંદાજે છેલ્લા ૪ દિવસમાં રોકડ રૂ .૬૫ લાખ સ્થળ પર રિકવરી મેળવવામાં આવી હતી, જેના પરિણામે હાલ નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા કુલ ૭૯% ટોટલ વેરા રિકવરી થયેલ છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે કે બાકી વેરો વસૂલ કરવા માટે આ પ્રકારની કામગીરી સતત ચાલુ રહેશે. અને વધુ સખ્તાઈથી (વિજળી કાપ, પાણી કનેક્શન કાપ, ડ્રેનેજ કાપ ) કામગીરી થનાર છે..જેથી પણ પ્રકારની ભલામણ ચલાવી લેવામાં આવશે નહીં, બાકીદારોને અંતિમ તક તરીકે તાત્કાલિક બાકી રકમ ભરપાઈ કરી મિલકત અનસીલ કરાવવા સૂચના આપવામાં આવી છે. જો નિયત સમયમર્યાદામાં ચૂકવણી નહીં કરવામાં આવે તો આગળની વધુ કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નવસારી મહાનગરપાલિકા તમામ મિલકતધારકોને અનુરોધ કરે છે કે તેઓ સમયસર વેરો ભરપાઈ કરી નગર વિકાસમાં સહભાગી બને. વધુ માહિતી અથવા સહાય માટે વેરા વિભાગ, નવસારી મહાનગરપાલિકાનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે. આપની સગવડતા માટે વેરા વિભાગની કચેરી શનિ અને રવિવારે પણ કાર્યરત રહેશે..




