આણંદ દુકાન બહાર સામાન ખડકી દબાણ કરતા 41 દુકાનદારોને રૂા.2.50 લાખ દંડ

આણંદ દુકાન બહાર સામાન ખડકી દબાણ કરતા 41 દુકાનદારોને રૂા.2.50 લાખ દંડ
તાહિર મેમણ – આણંદ – 27/12/2025 – કરમસદ આણંદ મનપાના સુપર માર્કેટ વિસ્તારમાં જાહેર માર્ગો પર અનધિકૃત દબાણો દૂર કરવા માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.જાહેર રસ્તાઓ પર માલસામાન મૂકીને અવરજવર અવરોધ કરતાં 41 જેટલા દુકાનદારોને નોટીસ પાઠવીને સ્થળ પર રૂ 5 હજારનો દંડ ફટકારીને કુલ 2.5 લાખનો દંડ વસુલાયો હતો.
મ્યુ. કમિશન મિલિંદ બાપના માર્ગદર્શન હેઠળ એસ્ટેટ વિભાગ દ્વારાએસ્ટેટ વિભાગ દ્વારા સુપર માર્કેટમાં કુલ 41 જેટલા એકમો સામે દંડની નોટિસ આપીને કાર્યવાહી કરવામાં આવી છે. દરેક એકમ પાસેથી અનધિકૃત દબાણના વહીવટી ચાર્જ પેટે રૂ 5 હજારનો દંડની રકમ વસૂલવા માટે સૂચના આપવામાં આવી છે. અડચણરૂપ માલ સામાન મુકનાર 41 દૂકાનદારો પાસેથી વસૂલવામાં આવેલ કુલ દંડની રકમ રૂ 2.5 લાખ દંડ થાય છે. આ પગલું સુપર માર્કેટમાં ગ્રાહકો અને સામાન્ય નાગરિકો માટે અવરજવર સરળ અને સુરક્ષિત બનાવવાના હેતુથી લેવામાં આવ્યું છે.
દંડનીય કાર્યવાહીનો ભોગ બનેલા એકમોમાં મુખ્યત્વે કપડાં અને રેડીમેડ સ્ટોર્સનો સમાવેશ થાય છે. જેમને નોટિસ આપવામાં આવી છે તેમાં પંકજ કાપડ ભંડાર, આરતી સિલ્ક , રાની સાડી પેલેસ , રાધે ડ્રેસીસ, કિશ્ના સિલ્ક પેલેસ, નીરાલી એન એક્સ, એકતા નડિયાદ વાલા સાડી સેન્ટર ,રૂપ કલા,સગાઈ સાડી સેન્ટર જેવા એકમોનો સમાવેશ થાય છે.




