GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: લોકસભા ચૂંટણીમાં ફરજરત રાજકોટ પૂર્વ-પશ્ચિમના ૪૧૪૦ કર્મચારીઓની પોસ્ટલ બેલેટ દ્વારા યોજાઈ મતદાનની પ્રક્રિયા

તા.૨૯/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત હાલ સુધીમાં સમગ્ર રાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીના બે તબક્કાઓમાં મતદાન થઈ ચૂક્યું છે. રાજકોટ જિલ્લામાં આગામી તા.૦૭ મે ૨૦૨૪ના રોજ ત્રીજા તબક્કામાં મતદાન યોજાનાર છે. આ મહાપર્વમાં દરેક મતનું અનન્ય મહત્વ છે તેને ધ્યાને લઈને હાલ ૧૦ – રાજકોટ સંસદીય મતવિસ્તારમાં પોલીસ તથા અન્ય કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવી રહ્યું છે.

ચૂંટણીમાં ફરજરત કર્મચારીઓ માટે આજરોજ મતદાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ૬૮ – રાજકોટ પૂર્વ તથા ૬૯ – રાજકોટ પશ્ચિમ વિધાનસભા વિસ્તારના કર્મચારીઓ માટે શ્રી એસ.વી.વિરાણી વિદ્યાલય તથા ચૌધરી હાઇસ્કુલ ખાતે ૬૮ – રાજકોટ પૂર્વના ૧૦૩૭ તથા ૬૯ – રાજકોટ પશ્ચિમના ૩૧૦૩ કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આજરોજ રાજકોટ શહેર ખાતે ચાર તેમજ વાંકાનેર, ટંકારા અને જસદણ તેમ કુલ ૭ જગ્યા ઉપર ફરજ પરના કર્મચારીઓની પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની પ્રક્રિયા કરવામાં આવી હતી. ચૂંટણી સાથે જોડાયેલ આ કર્મચારીઓ મતદાન કરી અન્ય માટે પણ પ્રેરણા રૂપ બન્યા છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!