રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરી છોટાઉદેપુર તથા સમગ્ર શિક્ષા આઈ.ઈ.ડી વિભાગના સંયુક્ત આયોજન હેઠળ સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન તા. ૧૫/૧૨ થી ૧૭/૧૨/૨૦૨૫ દરમિયાન સી. એન. બક્ષી વિદ્યાલય, જબુગામ, તા. બોડેલી, જી. છોટાઉદેપુર ખાતે કરવામાં આવ્યું છે. આ સ્પેશિયલ ખેલ મહાકુંભમાં તા. ૧૫/૧૨/૨૫ના રોજ માનસિક ક્ષતિ ધરાવતા મનો દિવ્યાંગ ખેલાડીઓ માટે ૧૫ જેટલી વિવિધ રમતો યોજાઈ હતી, જેમાં જિલ્લાના કુલ ૪૬૯ દિવ્યાંગ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના શુભારંભ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી આનંદ પરમાર સાહેબ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે. કે. પરમાર સાહેબ (સમગ્ર શિક્ષા), જિલ્લા રમતગમત અધિકારી વિક્રમભાઈ ભીલ સાહેબ, સી. એન. બક્ષી વિદ્યાલય જબુગામના આચાર્યશ્રી, CBM સંસ્થા બોડેલીના ક્રિશ્ચન શૈલેષભાઈ, જિલ્લા IED OIC દિનેશભાઈ બામણિયા સાહેબ તેમજ જિલ્લાના તમામ તાલુકાના મનો દિવ્યાંગ બાળકો, તેમના વાલીઓ, IED–IEDSS સ્ટાફ, સ્પોર્ટ્સ ટીચર અને કોચ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન અધિકારીશ્રીઓએ દિવ્યાંગ ખેલાડીઓને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપી ૧૦૦ મીટર દોડને લીલી ઝંડી બતાવી પ્રારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત ગોળાફેંક, સોફ્ટ બોલ થ્રો, લાંબી કૂદ, બોચી રમત, ૨૫–૫૦ મીટર વોક અને સાઇક્લિંગ જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. આયોજકો દ્વારા સવારે ચા-નાસ્તો, પાણી તથા બપોરે ભોજનની વ્યવસ્થા સાથે સુરક્ષા માટે ૧૦૮ ઇમર્જન્સી અને મેડિકલ સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આમ, સ્પેશિયલ ખેલ મહાકુંભના પ્રથમ દિવસે સુંદર આયોજન સાથે તમામ રમતો સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.
રિપોર્ટર : તોસીફ ખત્રી
«
Prev
1
/
93
Next
»
જામીન પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનાર આરોપીઓને પકડવા ગુજરાત પોલીસે હાથ ધર્યું 'ઓપરેશન કારાવાસ'