રેનોલ્ટ લોગનમાંથી ૪૭૬ બોટલ દારૂ પકડી — બોડેલી પોલીસની મોટી કાર્યવાહી


છોટાઉદેપુર જિલ્લામાં દારૂબંધીનો કડક અમલ થાય તે માટે વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ તથા પોલીસ અધિક્ષક શ્રી ઈમ્તીયાઝ શેખ દ્વારા આપવામાં આવેલા સ્પષ્ટ સૂચનાઓને અનુસરી બોડેલી પોલીસે આજે મોટી કામગીરી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, બમકોઈ ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલ રોડ પર સર્વેલન્સ સ્ટાફે બાતમીના આધારે સફેદ રંગની મહીન્દ્રા કંપનીની રેનોલ્ટ લોગન કાર (GJ-16-AJ-1024) ને રોકી તલાશી લીધી હતી. તલાશી દરમિયાન કારમાંથી વિવિધ બ્રાન્ડના ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૪૭૬ બોટલો મળી આવી હતી.
જપ્ત કરાયેલા પ્રોહી મુદ્દામાલમાં —
મેજિક મોમેન્ટ્સ ઓરેન્જ ફ્લેવર વોડકા (750 ML) : 60 બોટલ – કિંમત ₹55,200
સિગ્નેચર પ્રીમિયમ ગ્રેઇન વિસ્કી (750 ML) : 48 બોટલ – કિંમત ₹76,800
બ્લેન્ડર પ્રાઈડ અલ્ટ્રા પ્રીમિયમ વિસ્કી (750 ML) : 48 બોટલ – કિંમત ₹76,656
બડવાઈઝર મેગ્નમ સ્ટ્રોંગ ટીન બિયર (500 ML) : 120 ટીન – કિંમત ₹24,000
ગોવા સ્પિરિટ ઓફ સ્મૂથનેસ વિસ્કી (180 ML ક્વાર્ટર) : 200 બોટલ – કિંમત ₹25,600
મળીને જપ્ત પ્રોહી મુદ્દામાલની કિંમત ₹2,58,256, સાથે જ હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી રેનોલ્ટ લોગન કારની અંદાજીત કિંમત ₹3,00,000, આમ કુલ ₹5,58,256 નો મુદ્દામાલ કબજે કરાયો છે.
કારચાલક સ્થળ પરથી નાસી જતાં તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સફળ કાર્યવાહી I/C નાયબ પોલીસ અધિક્ષક વિ.એસ. ગાવિત તથા બોડેલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરશ્રી વિ.એસ. ગાવિતના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
રિપોર્ટર તોસીફ ખત્રી બોડેલી





