GUJARAT
માંજરોલ ગામ નજીક નર્મદા કેનાલમાં માછલીની જાળમાં ફસાયેલા 5 ફુટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરાયું
ફૈઝ ખત્રી...શિનોર શિનોર તાલુકાના માંજરોલ ગામ પાસેથી અમરેશ્વર બ્રાન્ચની નર્મદા કેનાલ પસાર થાય છે.આ નર્મદા કેનાલમાં આજે કેટલાક ઈસમો દ્વારા માછલી પકડવા માટેની જાળ મૂકવામાં આવી હતી.જો કે માછલી પકડવાની જાળમાં માછલી ની જગ્યાએ આશરે પાંચ ફૂટ જેટલો એક અજગર ફસાઈ ગયો હતો.જેને પગલે માછલી પકડવા માટે ગયેલાં ઈસમોમાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી.જે અંગેની જાણ ખેડૂત ભરતભાઈ પટેલ દ્વારા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યું ટ્રસ્ટ વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલને કરાઇ હતી.જેની જાણ થતાં જ અશોકભાઈ પટેલ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી માછલી પકડવાની જાળમાં ફસાયેલા અજગરને નિકુંજ ઠાકોર ના સહયોગથી રેસ્ક્યું કરી શિનોર વન વિભાગને સુપરત કરવાની તજવીજ હાથ ધરી હતી.





