
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ – ઇપલોડાના ઇસમ સાથે પાર્સલ એજન્સીના બહાને 5 લાખની ઠગાઈ, 2 લોકો સામે નોંધાઈ ફરિયાદ,ગાંધીનગર સ્થિત વર્સ્ટ લોજેસ્ટીક ઇન્ડિયા પ્રા.લિ.ના માલિક એ કરી ઠગાઈ.!!!
મેઘરજ તાલુકાના એક ખેડૂત સાથે પાર્સલ ડિલિવરી એજન્સી આપવાના બહાને રૂ. પાંચ લાખની મોટી ઠગાઈ થયાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ગાંધીનગર સ્થિત વર્સ્ટ લોજેસ્ટીક ઇન્ડિયા પ્રા.લિ.ના માલિક તથા તેના ભાગીદારે ભોળા ખેડૂતનો વિશ્વાસ જીતી ડિપોઝિટની રકમ લઈને એજન્સી શરૂ ન કરી નાણાં પરત ન આપતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.પ્રાપ્ત માહિતી મુજબ મેઘરજ તાલુકાના ફરીયાદી ખેડૂતને સને ૨૦૨૩ માં પાડોસી ગામના ભરતભાઈ પુજાભાઇ વાળંદ રહે.સિસોદરા (મેઘાઇ) તા મેઘરજ જી અરવલ્લી નાઓએ વર્સ્ટ લોજેસ્ટીક ઇન્ડીયા પ્રા.લી માં એજન્ટ હોઇ જેથી વાત કરેલ કે, તમારે મેઘરજ તાલુકામાં પાર્સલ ડીલેવરીનું કરવા સારૂ એજન્સી લેવી છે જેથી ફરિયાદી એ હા પાડેલ તેઓએ વર્સ્ટ લોજેસ્ટીક ઇન્ડીયા પ્રા.લીના ભાગીદાર ભોજક રાહુલકુમાર ચંદ્રકાન્ત રહે ગાંધીનગર વાળાઓ સાથે સંપર્ક કરાવેલ હતો અને ત્યારબાદ થોડાક દિવસ પછી આ ભોજક રાહુલકુમાર ચંદ્રકાન્ત નાઓ મને મેઘરજ ખાતે મળવા આવેલ વર્સ્ટ લોજેસ્ટીક ઇન્ડિયા પ્રા.લિ.ની પાર્સલ એજન્સી લેવા માટે પ્રલોભન આપવામાં આવ્યું હતું. કંપનીના માલિક ભોજક રાહુલકુમાર ચંદ્રકાન્ત (રહે. ગાંધીનગર) દ્વારા હિન્દુસ્તાન યુનિલીવેર, નેસ્લે, પારલે જેવી જાણીતી કંપનીઓના પાર્સલ આવશે અને દર પાર્સલ દીઠ રૂ. ૯૮ કમિશન મળશે તેવી લાલચ આપવામાં આવી હતી.એજન્સી મેળવવા માટે રૂ. પાંચ લાખ ડિપોઝિટ ભરવાની શરત મુકાઈ હતી, જે રકમ એજન્સી બંધ થાય ત્યારે પરત આપવાની ખાતરી અપાઈ હતી. આ વિશ્વાસના આધારે ફરીયાદીએ તા. ૫ અને ૧૦ એપ્રિલ ૨૦૨૩ના રોજ RTGS મારફતે કુલ રૂ ૫,૦૦,૦૦૦ કંપનીના ખાતામાં જમા કરાવ્યા હતા.ત્યારબાદ ગાંધીનગર ખાતે એજન્સીનો એગ્રીમેન્ટ કરવામાં આવ્યો અને ૪૫ દિવસમાં કામ શરૂ થવાની વાત કરવામાં આવી. જોકે સમય વીતી ગયો છતાં પાર્સલનું કામ શરૂ થયું ન હતું. વારંવાર પૂછપરછ કરતાં આરોપીઓ દ્વારા અલગ-અલગ બહાના કરવામાં આવ્યા હતા.પછી તા. ૧૪ જુલાઈ ૨૦૨૩ના રોજ માલપુર ખાતે ગોડાઉન ઓપનિંગ દરમિયાન સંજયભાઈ નાગજીભાઈ પ્રજાપતિ (રહે. સિદ્ધપુર)ને કંપનીના નવા ભાગીદાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. બંને આરોપીઓએ ફરીયાદીના ડિપોઝિટની જવાબદારી લેવાની વાત કરી હતી અને રૂ. પાંચ લાખનો ચેક પણ આપવામાં આવ્યો હતો, પરંતુ તે છતાં ન તો કામ શરૂ થયું અને ન તો રકમ પરત અપાઈ.
આખરે ફરીયાદી જ્યારે ગાંધીનગર સ્થિત ઓફિસે પહોંચ્યો ત્યારે ઓફિસ બંધ હાલતમાં મળી હતી. ત્યારબાદ ફરીયાદીને જાણમાં આવ્યું કે આરોપીઓ સામે અગાઉ પણ મુદ્રા (કચ્છ-ભુજ) તથા વિજાપુર (મહેસાણા) વિસ્તારમાં સમાન પ્રકારની ફરિયાદો નોંધાયેલી છે.ફરીયાદીના જણાવ્યા મુજબ ભોજક રાહુલકુમાર ચંદ્રકાન્ત અને સંજયભાઈ નાગજીભાઈ પ્રજાપતિએ એકબીજાની મદદગારીથી એજન્સી આપવાના બહાને રૂ. પાંચ લાખ લઈ ઠગાઈ કરી છે. જેના પગલે ફરીયાદીએ પોલીસ સ્ટેશનમાં કાયદેસર કાર્યવાહી માટે લેખિત ફરીયાદ નોંધાવી છે.પોલીસ આરોપી (1) ભોજક રાહુલકુમાર ચંદ્રકાન્ત ગામ. ગાંધીનગર, તા. ગાંધીનગર, જી, ગાંધીનગર, તથા (2) સંજયભાઈ નાગજીભાઈ પ્રજાપતિરહે.આદીત્ય સોસાયટી તાવડીયા રોડ, ગામ. સિધ્ધપુર, તા. સિધ્ધપુર, સામે મેઘરજ પોલીસ દ્વારા ગુન્હો નોધી સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.





