GUJARATSURENDRANAGARWADHAWAN

વઢવાણ અબર્ન હેલ્થ સેન્ટર ઘરશાળા ખાતે મહિલા અને બાળ આરોગ્ય દિનની ઉજવણી કરાઈ

તા.09/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

કિશોરીઓ દ્વારા રેલી યોજાઈ, તેમજ ઉપસ્થિત તમામ કિશોરીઓનાં હિમોગ્લોબીનની ચકાસણી કરાઈ

સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા નારી વંદન ઉત્સવ સપ્તાહ અંતર્ગત મહિલા અને બાળ આરોગ્ય દિનની ઉજવણી અબર્ન હેલ્થ સેન્ટર-ઘરશાળા – વઢવાણ, સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવી હતી આ કાર્યક્રમ અન્વયે કિશોરીઓ દ્વારા રેલી યોજવામાં આવી હતી તેમજ ઉપસ્થિત તમામ કિશોરીઓનાં હિમોગ્લોબીનની ચકાસણી કરવામાં આવી હતી આ તકે ઉપસ્થિત મહિલા બાળ અધિકારી વી.એસ.શાહ તેમજ આર.સી.એચ.ઓ. ડૉ.પી.કે.શ્રીવાસ્તવ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું તાલુકા હેલ્થ ઓફીસર દ્વારા એનીમીયા, આરોગ્ય અને પોષણ અંગે માહિતી આપવામાં આવી હતી જિલ્લા મિશન કોર્ડીનેટર જલ્પાબેન ચાંદશેરા દ્વારા શાબ્દીક સ્વાગત તેમજ પ્રાસંગિક રૂપરેખા આપવામાં આવી હતી જેમાં મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા અમલી યોજનાની વિસ્તૃત જાણકારી આપી હતી. સુપરવાઈઝર ગૌરીબેન દ્વારા પુર્ણા યોજનાની માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ૧૮૧ મહિલા હેલ્પલાઈ ન, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર, ઘરેલું હિંસા અધિનિયમ, સખી’’ વન સ્ટોપ સેન્ટર, સાયબર ક્રાઇમ, સાયબર સેફટી, સોશ્યલ મીડીયાનો ઉપયોગ તેમજ જીવન કૌશલ્ય સહીતની મહિલાલક્ષી જરૂરી જાણકારી આપવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!